Shakib Al Hasan : બાંગ્લાદેશી ક્રિકેટર ફરી વિવાદમાં, જાહેરમાં ફેનને ઝીંકી દીધો લાફો, જુઓ Video
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીમાં (Bangladesh Election 2024) વડાપ્રધાન શેખ હસીનાની (Sheikh Hasina) પાર્ટી આવામી લીગે શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને (Shakib Al Hasan) પણ જીત મેળવી છે. આવામી લીગ (Awami League) પાર્ટીથી ચૂંટણી લડનારા શાકિબ મગુરાના પશ્ચિમ શહેરથી ચૂંટણી મેદાને ઉતર્યો હતો. જો કે, આ વચ્ચે શાકિબ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.
બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસનનો (Shakib Al Hasan) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાકિબ અલ હસન એક ફેનને લાફો ઝીંકતાં નજરે પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. વીડિયોમાં શાકિબ લોકોની ભીડ વચ્ચે ઘેરાયેલો દેખાય છે. દરમિયાન એક ફેન તેની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરે છે.
જો કે, તે દરમિયાન બાંગ્લાદેશી ક્રિકેટર ખૂબ જ ગુસ્સે ભરાય છે અને ફેનને જોરદાર લાફો ઝીંકી દે છે. શાકિબનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શાકિબ (Shakib Al Hasan) તેના ખરાબ વર્તણૂકના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ગત વર્ષે પણ શાકિબે એક ફેન સાથે મારપીટ કરી હતી. જ્યારે વર્ષ 2021માં ઢાકા પ્રીમિયર લીગમાં (Dhaka Premier League) એક મેચ દરમિયાન શાકિબ એટલો ગુસ્સે ભરાયો હતો કે તેણે સ્ટમ્પને લાત મારી હતી. સાથે એમ્પાયર સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું. જ્યારે વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) શાકિબની અપીલના કારણે શ્રીલંકાઈ બેટ્સમેન એન્જેલો મેથ્યૂને (Angelo Mathew) 'ટાઇમ આઉટ' આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - IPL 2024 પહેલા Mumbai Indians Franchise એ ટીમનો બદલ્યો કેપ્ટન