Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PAKvsUSA : '0' પર આઉટ થયા બાદ ફેન્સ પર ગુસ્સે થયો પાક. ખેલાડી, Video થયો વાઇરલ

T20 વર્લ્ડ કપ 2024 માં ગઈકાલે USA અને પાકિસ્તાન (PAKvsUSA) વચ્ચે થયેલ રોમાંચક મુકાબલામાં સુપર ઓવરમાં USA એ પાકિસ્તાનને 5 રનથી હરાવીને સૌને ચોંકાવ્યા છે. આ સાથે T20 વર્લ્ડ કપ 2024 ની શરૂઆત પાકિસ્તાનની હાર સાથે થઈ છે. જ્યાં એક...
pakvsusa    0  પર આઉટ થયા બાદ ફેન્સ પર ગુસ્સે થયો પાક  ખેલાડી  video થયો વાઇરલ

T20 વર્લ્ડ કપ 2024 માં ગઈકાલે USA અને પાકિસ્તાન (PAKvsUSA) વચ્ચે થયેલ રોમાંચક મુકાબલામાં સુપર ઓવરમાં USA એ પાકિસ્તાનને 5 રનથી હરાવીને સૌને ચોંકાવ્યા છે. આ સાથે T20 વર્લ્ડ કપ 2024 ની શરૂઆત પાકિસ્તાનની હાર સાથે થઈ છે. જ્યાં એક તરફ આ મેચમાં ખરાબ પ્રદર્શનને કારણે સમગ્ર પાકિસ્તાન ટીમની ટીકાનો સામનો કરી રહી છે. ત્યારે બીજી તરફ પાક. ખેલાડી આઝમ ખાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થતાં લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Advertisement

જણાવી દઈએ કે, અમેરિકાએ પાકિસ્તાનને (PAKvsUSA) હરાવ્યું ત્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ શરમમાં મુકાઈ ગઈ હતી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય વિભાગોમાં પાકિસ્તાનની ટીમ નિષ્ફળ રહી. જો કે, આ મેચ દરમિયાન એક એવી ઘટના બની, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં જ્યારે પાકિસ્તાન (Pakistan) ટીમને આઝમ ખાનની સૌથી વધુ જરૂર હતી ત્યારે તે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

Advertisement

ફેન્સ પર ગુસ્સો થયો આઝમ ખાન!

ગોલ્ડન ડક પર આઉટ થયા બાદ જ્યારે આઝમ ખાન (Azam Khan) ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે કેટલાક ફેન્સે તેના પર કમેન્ટ કરી હતી. આ જોઈને આઝમ ખાન ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. આઝમ ખાને ગુસ્સાથી ફેન્સ તરફ જોયું અને કંઈક કહ્યું. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, આઝમ ખાનની પસંદગી પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે અને સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ ટીમ મેનેજમેન્ટ પર ભત્રીજાવાદનો આરોપ પણ લગાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - IND vs IRE : જીત સાથે કેપ્ટન રોહિત શર્મા બન્યો હીરો, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે

આ પણ વાંચો - IND vs IRE : ટીમ ઈન્ડિયાએ જીત સાથે T20 World Cupની શરૂઆત કરી, આયરલેન્ડને માત્ર 12.2 ઓવરમાં હરાવ્યું

આ પણ વાંચો - India vs Ireland: ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ, જાણો પિચ રિપોર્ટ

Tags :
Advertisement

.