Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mohammad Shami : Arjuna Award થી સન્માનિત થયો મહોમ્મદ શમી, આ ખેલાડીઓને પણ મળ્યો એવૉર્ડ

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીને (Mohammad Shami) અર્જુન એવૉર્ડથી (Arjuna Award) સન્માનિત કરવામાં આવ્યો છે. આ સાથે શમી આ પ્રતિષ્ઠિત એવૉર્ડને મેળવનાર 46મો ભારતીય પુરુષ ક્રિકેટર બની ગયો છે. વર્લ્ડ કપ 2023 માં શમીનું પ્રદર્શન ખૂબ જ શાનદાર...
03:08 PM Jan 09, 2024 IST | Vipul Sen

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીને (Mohammad Shami) અર્જુન એવૉર્ડથી (Arjuna Award) સન્માનિત કરવામાં આવ્યો છે. આ સાથે શમી આ પ્રતિષ્ઠિત એવૉર્ડને મેળવનાર 46મો ભારતીય પુરુષ ક્રિકેટર બની ગયો છે. વર્લ્ડ કપ 2023 માં શમીનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. તેણે સંપૂર્ણ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે માત્ર 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીને (Mohammad Shami) દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ( Draupadi Murmu) મોહમ્મદ શમીને આ અર્જુન એવૉર્ડથી સન્માનિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતની ધરતી પર રમાયેલા વર્લ્ડ કપમાં (World Cup 2023) શમીએ ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ ખેલાડીઓને મળ્યો એવોર્ડ

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023 માં માત્ર 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી. શમીએ ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 7 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી સિવાય જે ખેલાડીઓને અર્જુન એવૉર્ડ મળ્યો છે તેમાં, કૃષ્ણ બહાદુર પાઠક (હોકી), સુશીલા ચાનુ (હોકી), પવન કુમાર (કબડ્ડી), રિતુ નેગી (કબડ્ડી), અહિકા મુખર્જી (ટેબલ ટેનિસ), ઓજસ પ્રવીણ દેવતલે (તીરંદાજી), અદિતી ગોપીચંદ સ્વામી (તીરંદાજી), સુનીલ કુમાર (કુસ્તી), અંતિમ પંઘાલ (કુસ્તી), ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), ઈશા સિંઘ (શૂટિંગ), શ્રીશંકર (એથ્લેટિક્સ), પારુલ ચૌધરી (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સિંગ), આર વૈશાલી (ચેઝ), અનુષ અગ્રવાલ (ઘોડેસવારી) , દિવ્યકૃતિ સિંઘ (ઘોડેસવાર ડ્રેસેજ), દીક્ષા ડાગર (ગોલ્ફ), નસરીન (ખો-ખો), પિંકી (લૉન બોલ્સ), હરિન્દર પાલ સિંહ સંધુ (સ્ક્વોશ), નાઓરેમ રોશિબિના દેવી (વુશુ), શીતલ દેવી (પેરા તીરંદાજી), ઇલુરી અજમ કુમાર (દ્રષ્ટિહીન ક્રિકેટ), પ્રાચી યાદવ (પેરા કેનોઇંગ) સામેલ છે.

 

આ પણ વાંચો -  શું ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથ લેશે ડેવિડ વોર્નરનું સ્થાન ? આ વર્લ્ડકપ વિનીંગ કપ્તાને કર્યો સ્મિથને સપોર્ટ

Tags :
Aishwarya Pratap Singh TomarArjuna-AwardDelhiGujarat FirstGujarati NewsKrishna Bahadur PathakMOHAMMAD SHAMINew ZealandPresident Draupadi Murmuworld cup 2023
Next Article