Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mann Ki Baat : PM મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કર્યા વખાણ, કહ્યું- ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી...

આજે PM મોદી (PM Modi) ના 'મન કી બાત' (Mann Ki Baat) કાર્યક્રમનો 108 મો એપિસોડ યોજાયો હતો, જેમાં વન ડે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતીય...
07:28 PM Dec 31, 2023 IST | Vipul Sen

આજે PM મોદી (PM Modi) ના 'મન કી બાત' (Mann Ki Baat) કાર્યક્રમનો 108 મો એપિસોડ યોજાયો હતો, જેમાં વન ડે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતીય ટીમે તેના પ્રદર્શનથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે, અમદાવાદ (Ahmedabad) ખાતે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) એ ભારત (India) ને હરાવીને 6મી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ભારતીય ટીમના ખેલાડીઓએ સૌના દિલ જીતી લીધા: PM મોદી

રવિવારે પીએમ મોદી (PM Modi) એ તેમના કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) ના વર્ષ 2023ના છેલ્લા એપિસોડમાં દેશને સંબોધિત કર્યો હતો. દરમિયાન તેમણે કહ્યું હતુ કે, વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ટીમના ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી સૌ કોઈના દિલ જીતી લીધા છે. જ્યારે હવે અંડર -19 માં આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીત પણ ખૂબ જ પ્રેરણાદાયક રહી છે. આ સાથે અન્ય અનેક રમતોમાં પણ ખેલાડીઓની ઉપલબ્ધિઓ દ્વારા દેશનો ગૌરવ વધ્યો છે.

એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સના ખેલાડીઓની કરી પ્રશંસા

આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) 'મન કી બાત' (Mann Ki Baat) કાર્યક્રમમાં સંપૂર્ણ વર્ષ દરમિયાન રમતગમતમાં ભારતની ઉપલબ્ધિઓને પણ યાદ કરી હતી અને મેડલ જીતનાર સહિત તમામ ખેલાડીઓની પ્રશંસા કરી હતી. તેમણે એશિયન ગેમ્સ (Asian Games) અને એશિયન પેરા ગેમ્સમાં (Asian Para Games) ભાગ લેનારા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યું હતું. જણાવી દઈએ કે, એશિયન પેરા ગેમ્સમાં ભારતે 100થી વધુ કુલ 111 મેડલ જીત્યા હતા. જ્યારે ચીનના હાંગઝોઉમાં યોજાયેલ એશિયન ગેમ્સ- 2023 માં ભારતે રેકોર્ડ કુલ 107 મેડલ જીત્યા હતા. આ સાથે ભારતે ઇતિહાસ રચ્યો હતો અને 72 વર્ષમાં પ્રથમ વખત 100 મેડલનો આંકડો પાર કર્યો હતો.

ઉપરાંત, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મહિલા U19 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પહેલીવાર ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો હતો. ભારત તરફથી સહરાવતે 7 મેચમાં 297 રન જ્યારે કેપ્ટન શેફાલી શર્માએ 172 રન ફટકાર્યા હતા. પાર્શ્વવી ચોપડાએ 6 મેચમાં 11 વિકેટ જ્યારે મન્નતે 9 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો - Cricket Controversy: વર્ષ 2023 દરમિયાન Cricket જગતમાં થયેલ Controversy

Tags :
Asian GamesASIAN PARA GAMESGujarat FirstGujarati Newsindian cricketINDvsAUSMann Ki Baatpm moditeamWomen's U19 T20 World Cup 2023world cup 2023
Next Article