Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDvsSA 2nd Test : આજે ટીમ ઇન્ડિયા માટે 'કરો યા મરો'ની સ્થિતિ, સિરીઝ બચાવવા મેદાને ઉતરશે રોહિત બ્રિગેડ

ભારત અને દક્ષિણ આફ્રિકા (INDvsSA) વચ્ચે આજે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ સંપૂર્ણ તાકાત સાથે મેદાને ઉતરશે, જેથી સિરીઝને ડ્રો કરી શકાય. ટીમ ઇન્ડિયા જો આ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરશે તો વર્લ્ડ...
indvssa 2nd test   આજે ટીમ ઇન્ડિયા માટે  કરો યા મરો ની સ્થિતિ  સિરીઝ બચાવવા મેદાને ઉતરશે રોહિત બ્રિગેડ

ભારત અને દક્ષિણ આફ્રિકા (INDvsSA) વચ્ચે આજે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ સંપૂર્ણ તાકાત સાથે મેદાને ઉતરશે, જેથી સિરીઝને ડ્રો કરી શકાય. ટીમ ઇન્ડિયા જો આ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઇન્ટ ટેબલમાં ટોચ પર જવાનો માર્ગ મોકળો થઈ જશે. જણાવી દઈએ કે, પહેલી ટેસ્ટ મેચમાં રોહિત બ્રિગેડને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજે ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

Advertisement

જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2024-25) ના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકા (South Africa) હાલ ટોચ પર છે. જ્યારે ટીમ ઇન્ડિયા 14 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. જો ટીમ ઇન્ડિયાનો આ ટેસ્ટ મેચમાં (INDvsSA) પરાજય થાય તો પોઇન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) વાપસીથી મિડલ ઓર્ડરમાં સંતુલન જોવા મળશે. ભારત માટે ત્રીજા અને ચોથા ઝડપી બોલરની ભૂમિકા પણ મહત્ત્વની રહેશે. પ્રસિદ્ધ કૃષ્ણા હાલ ટેસ્ટ ક્રિકેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી અને શાર્દુલ ઠાકુર સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

Advertisement

ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (Subhman Gill) અને શ્રેયસ અય્યરના ખરાબ ફોર્મે ટીમની ચિંતા વધારી દીધી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની (INDvsSA) પહેલી ટેસ્ટ મેચ દરમિયાન પહેલી ઇનિંગ્સમાં કે.એલ. રાહુલ અને બીજી ઇનિંગ્સમાં વિરાટ કોહલી (Virat Kohli) સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નથી. જો કે, આ કેપટાઉનના આ મેદાન પર છેલ્લા 6 મેચમાંથી ટીમ ઇન્ડિયાને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે જીતની દ્રષ્ટિએ છેલ્લા 6 મહિના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) માટે સારા રહ્યાં નથી. ત્યારે હવે રોહિત શર્મા આ સિલસિલાને બદલવાની કોશિશ કરશે.

Advertisement

ભારતની ટીમ:

રોહિત શર્મા (c), KL રાહુલ (wk), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન, મુકેશ કુમાર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, અભિમન્યુ ઇશ્વરન

આ પણ વાંચો - IND W vs AUS W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયાએ કર્યા સુપડા સાફ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.