Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

india vs south africa: ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, ODI ક્રિકેટમાં 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

india vs south africa  : ભારત અને દક્ષિણ આફ્રિકા (india vs south africa ) વચ્ચે બીજી વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ખોટું સાબિત થયું....
india vs south africa  ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ  odi ક્રિકેટમાં 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

india vs south africa  : ભારત અને દક્ષિણ આફ્રિકા (india vs south africa ) વચ્ચે બીજી વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ખોટું સાબિત થયું. આ મેચમાં ભારતીય મહિલા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે સદી ફટકારી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનના કારણે ટીમે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

Advertisement

ભારતીયની ધરતી પર પ્રથમ વખત 300 પ્લસ રનનો સ્કોર બનાવ્યો

પ્રથમ વખત મહિલા ટીમે પોતાની ધરતી પર ODIમાં 300 પ્લસ રન બનાવ્યા છે. હવે ટીમે 325 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય મહિલા ટીમે 2004માં વેસ્ટ ઈન્ડિઝ સામે 298 રન બનાવ્યા હતા, જે ભારતીય ધરતી પર તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. પરંતુ હવે સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરની સદીની મદદથી ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો છે અને 20 વર્ષ બાદ આ રેકોર્ડ તોડ્યો છે.

Advertisement

ODI ક્રિકેટમાં બનાવેલ ત્રીજો સૌથી મોટો સ્કોર

દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરીને 325 રન બનાવ્યા હતા. જે ODI ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. ODIમાં ભારતીય મહિલા ટીમનો સર્વશ્રેષ્ઠ કુલ સ્કોર 358 રન છે, જે તેણે 2017માં આયર્લેન્ડ સામે બનાવ્યો હતો.

Advertisement

ODIમાં ભારતીય મહિલા ટીમનો સૌથી મોટો સ્કોર

  • આયર્લેન્ડ સામે- 358 રન, વર્ષ 2017
  • ઈંગ્લેન્ડ સામે - 333 રન, વર્ષ 2022
  • દક્ષિણ આફ્રિકા સામે - 325 રન, વર્ષ 2024

બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે 136 રન બનાવ્યા હતા. ODI ફોર્મેટમાં આ તેની છઠ્ઠી સદી છે. જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 103 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય રિચા ઘોષે 13 બોલમાં 25 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ભારતીય મહિલા ટીમ 325 રન બનાવવામાં સફળ રહી છે.

આ પણ  વાંચો  - T20 વિશ્વકપ બાદ SHREYAS IYER અને IPL 2024 ના આ યુવા સ્ટાર્સની થશે ભારતીય ટીમમાં એન્ટ્રી

આ પણ  વાંચો  - Neeraj Chopra ની વધુ એક સિદ્ધિ, પાવો નુર્મી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ

આ પણ  વાંચો  - AFGHANISTAN : સુપર 8 પહેલા અફઘાનિસ્તાનના કોચનું મોટું નિવેદન

Tags :
Advertisement

.