BCCIએ આ વર્ષથી શરુ થનારી મહિલા આઈપીએલની તૈયારી શરુ કરી દીધી છે. સોમવારના રોજ લીગના મીડિયા રાઈટનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાયકૉમ 18 સૌથી મોટી બોલી લગાવી આ લીગના મીડિયા રાઈટસ મેળવ્યા છે. જેના માટે BCCIના સચિવ જય શાહે ટ્વિટ કરી આ વિશે જાણકારી આપી હતી. વાયકૉમ 18 2023થી 2027 માટે 951 કરોડ રુપિયાની બોલી લગાવી મીડિયા રાઈટસ ખરીદ્યા છે. જેનો મતલબ કે, વાયકૉમ 18 દરેક મેચ માટે બીસીસીઆીને 7.0 કરોડ રુપિયા આપશે.BCCI
BCCIએ આ વર્ષથી શરુ થનારી મહિલા આઈપીએલની તૈયારી શરુ કરી દીધી છે. સોમવારના રોજ લીગના મીડિયા રાઈટનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાયકૉમ 18 સૌથી મોટી બોલી લગાવી આ લીગના મીડિયા રાઈટસ મેળવ્યા છે. જેના માટે BCCIના સચિવ જય શાહે ટ્વિટ કરી આ વિશે જાણકારી આપી હતી. વાયકૉમ 18 2023થી 2027 માટે 951 કરોડ રુપિયાની બોલી લગાવી મીડિયા રાઈટસ ખરીદ્યા છે. જેનો મતલબ કે, વાયકૉમ 18 દરેક મેચ માટે બીસીસીઆીને 7.0 કરોડ રુપિયા આપશે.
BCCIએ 2022ના એ જાહેરાત કરી હતી કે, 2023થી મહિલા આઈપીએલની શરુઆત થશે. મીડિયા રાઈટ્સ નક્કી થયા બાદ 25 જાન્યુઆરીના રોજ મહિલા IPLની 5 ટીમની જાહેરાત પણ કરી હતી. મીડિયા રાઈટ્સ મુજબ મહિલા આઈપીએલનું આયોજન ફેબ્રુઆરી-માર્ચ વચ્ચે થઈ શકે છે.
જય શાહે ટ્વિટ કર્યું
જય શાહે ટ્વિટ કરી મીડિયા રાઈટ્સ વિશે જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે, વાયકૉમ 18ને મહિલા IPLના મીડિયા રાઈટ્સ મેળવવા બદલ શુભકામના, BCCIઅને મહિલા ટીમમાં પોતાનો વિશ્વાસ વ્ય્કત કરવા આભાર, વાયકૉમે 951 કરોડની બોલી લગાવી હતી. જેનો મતલબ કે, આગામી પાંચ વર્ષ સુધી દરેક મેચ માટે 7.09 કરોડ રુપિયા આપશે. આ મહિલા ક્રિકેટ માટે મહત્વનું પગલું છે. મહિલા IPL સિવાય આઈપીએલના Digital Rightsપણ આ કંપનીની પાસે છે.
જય શાહે આગળ લખ્યું કે,’ખેલાડીઓના પગારની બરાબરી પછી, મહિલા IPL માટે મીડિયા અધિકારોની બોલી પણ એક ઐતિહાસિક તક છે. ભારતમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ એક મોટું પગલું છે. અમે પ્રયત્ન કરીશું કે દરેક વય જૂથના ખેલાડીઓ તેમાં ભાગ લેશે.
ટુંક સમયમાં જ ઓક્શનની તારીખની જાહેરાત થશે
બીસીસીઆઈ હવે 25 જાન્યુઆરીના રોજ 5 ટીમની જાહેરાત કરશે. આઈપીએલની 10 માંથી 8 ટીમોએ મહિલા આઈપીએલ ટીમ ખરીદવા માટે રસ દેખાડ્યો છે. ટીમો નક્કી થયા બાદ ખેલાડીઓનું ઓક્શન પણ હશે. રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરુઆતમાં પ્રથમ સીઝન રમાશે. ત્યારે ઓક્શનની તારીખ પણ ટુંક સમયમાં જાહેર કરાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ