Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND Vs SA 2nd Test : કેપટાઉનમાં 'મિયાં મેજિક', સિરાજે ઝડપી 6 વિકેટ, SA ટીમ માત્ર 55 રનમાં જ ઢેર

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે આજે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કરી સાઉથ આફ્રિકાની આખી ટીમને માત્ર 55 રનના નજીવા સ્કોર પર પેવેલિયન ભેગી કરી...
ind vs sa 2nd test   કેપટાઉનમાં  મિયાં મેજિક   સિરાજે ઝડપી 6 વિકેટ  sa ટીમ માત્ર 55 રનમાં જ ઢેર

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે આજે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કરી સાઉથ આફ્રિકાની આખી ટીમને માત્ર 55 રનના નજીવા સ્કોર પર પેવેલિયન ભેગી કરી દીધી છે. આ સાથે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 55 રન પર જ સમેટાઈ ગયો છે. ભારતીય બોલર્સની ઘાતકી બોલિંગ સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો એક પણ ક્ષણ ટકી શક્યા ન હતા. ભારત તરફથી ઝડપી બોલર સિરાજે (Mohammed Siraj) 6 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ (Jasprit Bumrah) અને મુકેશ કુમારને (Mukesh Kumar) 2-2 વિકેટ મળી હતી. લંચ સેશન બાદ ભારતીય ઓપનર ઇનિંગ્સની શરૂઆત કરશે.

Advertisement

મેચમાં (IND vs SA) મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી છે. જ્યારે જસપ્રિય બુમરાહે 8 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ અને મુકેશ કુમારે 2.2 ઓવરમાં એક પણ રન આપ્યા વિના 2 વિકેટ ઝડપી છે. પ્રસિદ્ધ કૃષ્ણાને કોઈ સફળતા મળી નથી. મેઇડન ઓવરની વાત કરીએ તો સિરાજે 3, મુકેશ કુમારે 2 અને બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 ઓવર મેઇડન લીધા હતા. સાઉથ આફ્રિકાની બેટિંગની વાત કરીએ તો ડબલ આંકમાં માત્ર ડેવિડ બેડિંગહામ (12) અને કાઇલ વેરિન (15) બનાવ્યા હતા. આ સિવાય તમામ બેટ્સમેન સિંગલ ડિઝિટમાં પેવેલિયન ભેગા થયા છે.

Advertisement

જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2024-25) ના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકા (South Africa) હાલ ટોચ પર છે. જ્યારે ટીમ ઇન્ડિયા 14 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. જો ટીમ ઇન્ડિયાનો આ ટેસ્ટ મેચમાં (IND vs SA) પરાજય થાય તો પોઇન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કેપટાઉનના આ મેદાન પર છેલ્લા 6 મેચમાંથી ટીમ ઇન્ડિયાને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે જીતની દ્રષ્ટિએ છેલ્લા 6 મહિના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) માટે સારા રહ્યાં નથી. ત્યારે હવે રોહિત શર્મા આ સિલસિલાને બદલવાની કોશિશ કરશે.

Advertisement

ભારતની ટીમ પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા (c), KL રાહુલ (wk), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર, રવિન્દ્ર જાડેજા

આ પણ વાંચો - INDvsSA 2nd Test : આજે ટીમ ઇન્ડિયા માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, સિરીઝ બચાવવા મેદાને ઉતરશે રોહિત બ્રિગેડ

Tags :
Advertisement

.