Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND Vs SA 2nd Test : સિરાજ બાદ 'બુમ બુમ' બુમરાહનો કહેર, SA ની ટીમ માત્ર 176માં ઢેર

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND Vs SA 2nd Test) વચ્ચે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ સિરાજ બાદ હવે જસપ્રિત બુમરાહે (Jasprit...
04:40 PM Jan 04, 2024 IST | Vipul Sen

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND Vs SA 2nd Test) વચ્ચે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ સિરાજ બાદ હવે જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) તેની બોલિંગથી કહેર વર્તાવ્યો છે. ભારતીય બોલર્સ સામે સાઉથ આફ્રિકાની ટીમ ફરી એકવાર ઓછા સ્કોરમાં જ ઢેર થઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 176 રનમાં પેવેલિયન ભેગી થઈ છે. આ પહેલા ટીમ માત્ર 55 રન જ બનાવી શકી હતી.

બુમરાહની વાત કરીએ તો આજની મેચમાં (IND Vs SA 2nd Test) તેણે 13.5 ઓવરમાં 61 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે મુકેશ કુમારે 10 ઓવરમાં 56 રન આપીને 2 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ ઝડપી છે. સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રન એડન માર્કરામે (Aiden Markram) બનાવ્યા. તેણે શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી. માર્કરામે 103 બોલમાં 106 રન ફટકાર્યા, જેમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. માર્કરામ સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી ન શક્યો. ભારતીય ટીમને હવે મેચ જીતવા માટે 79 રનની જ જરૂર છે.

વિદેશી ધરતી પર બુમરાહનો કહેર

જણાવી દઈએ કે, આ પહેલા બુમરાહે ઈંગ્લેન્ડમાં 2, વેસ્ટ ઈન્ડિઝમાં 2 અને ઓસ્ટ્રેલિયામાં 1 વખત પાંચ વિકેટ ઝડપી છે. બુમરાહના આ આંકડાઓ જોઈને સ્પષ્ટ થાય છે કે તે માત્ર ઘરે જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાની બોલિંગથી આગ લગાવે છે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં (IND vs SA) પહેલા દાવમાં બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) 9 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારે (Mukesh Kumar) 2.2 ઓવરમાં એક પણ રન આપ્યા વિના 2 વિકેટ ઝડપી હતી.

ભારતની ટીમ પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા (c), KL રાહુલ (wk), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર, રવિન્દ્ર જાડેજા

 

આ પણ વાંચો - ICC T20 World Cup 2024 : તો આ દિવસે થશે ભારત-પાકિસ્તાન વચ્ચે ‘મહામુકાબલો’! જુઓ ટીમ ઇન્ડિયાનું શેડ્યુલ

Tags :
CapetownGujarat FirstGujarati NewsIND vs SA 2nd TestINDvsSAJasprit Bumrahkl rahulMohammed SirajRavindra Jadejarohit sharmaSAvINDSports NewsSUBHMAN GILLTeamIndiaVirat KohliWTCWTC 2024-25
Next Article