Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

India's T20 WC squad : T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ છે કેપ્ટન

India's T20 WC squad : T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ (Team India Squad)ની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને (ROHIT SHARMA)સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય...
04:02 PM Apr 30, 2024 IST | Hiren Dave

India's T20 WC squad : T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ (Team India Squad)ની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને (ROHIT SHARMA)સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી  છે

 

હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે T20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલને ટીમમાં તક મળી નથી.

સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે આઇપીએલથી મેદાનમાં વાપસી કરી હતી. સેમસનની વાત કરીએ તો તેણે IPL 2024માં 9 મેચ રમી છે અને 385 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.

શિવમ દુબે અને અક્ષર પટેલની કરાઇ પસંદગી

બીસીસીઆઈએ પણ શિવમ દુબે અને અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શિવમ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ સાથે તે ફિનિશરની ભૂમિકા પણ નિભાવે છે. શિવમ દુબેએ આ સીઝનમાં 9 મેચમાં 350 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે.

 

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

 

રિઝર્વઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન

 

T20 વર્લ્ડ કપ ગ્રુપ

 

આ પણ  વાંચો - KKR vs DC : દિલ્હીના કપરા ચઢાણ, કોલકતા એક જીત સાથે પહોંચી શકે છે Playoff ની વધુ નજીક

આ પણ  વાંચો - PCB New Coach : ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ પૂર્વ ખેલાડી બન્યો પાકિસ્તાને હેડ કોચ

આ પણ  વાંચો - GT vs RCB : વિલ જેક્સની તોફાની સદી, બેંગલુરૂની 9 વિકેટે શાનદાર જીત

Tags :
Ajit AgarkarBCCICricket World CupHardik PandyaICC T20 World CupICC T20 World Cup 2024ICC World Cupindia national cricket teamindia squad for t20 world cupindia squad for t20 world cup 2024india t20 world cup squadindia t20 world cup squad 2024india world cup squad 2024Indian Cricket TeamIndian Premier Leagueindian team for t20 world cuprishabh pantrohit sharmarohit sharma birthdayt-20T20 World Cupt20 world cup 2024 india squadt20 world cup india squadt20 world cup schedulet20 world cup squadt20 world cup team indiaWorld Cup 2024world cup t20world t20
Next Article