Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં 7 જાન્યુઆરીએ T-20 મેચ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની તડામાર તૈયારી

રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (Saurashtra Cricket) સ્ટેડિયમ ખાતે આગામી 7 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ (T20 Cricket Match)રમાશે. આ મેચ ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka)વચ્ચે રમાશે. T20 મેચને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. T20 મેચ ક્રિકેટ રસિકો માટે રોમાંચક બનીને રહેશેભરત અને શ્રીલં
રાજકોટમાં 7 જાન્યુઆરીએ t 20 મેચ  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની તડામાર તૈયારી

રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (Saurashtra Cricket) સ્ટેડિયમ ખાતે આગામી 7 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ (T20 Cricket Match)રમાશે. આ મેચ ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka)વચ્ચે રમાશે. T20 મેચને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

 T20 મેચ ક્રિકેટ રસિકો માટે રોમાંચક બનીને રહેશે
ભરત અને શ્રીલંકા વચ્ચેની T20 મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહે માહિતી આપતા કહ્યું હતું કે મેચના 10 દિવસ પહેલા ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 મેચ ક્રિકેટ રસિકો માટે રોમાંચક બનીને રહેશે.
BCCI દ્વારા કરવામાં આવેલી જાહેરાત  હતી 
અગાઉ BCCI દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની T-20 તેમજ 3 વન-ડે મેચ રમશે. જે પૈકી T-20 મેચ 3, 5 અને 7 જાન્યુઆરીએ અનુક્રમે મુંબઈ, પૂણે અને રાજકોટમાં રમાશે. જ્યારે વન-ડે ઈન્ટરનેશનલ 10, 12 અને 15 જાન્યુઆરીએ ક્રમશ: 10, 12 અને 15 જાન્યુઆરીએ ક્રમશ: ગુવાહાટી, કોલકતા અને ત્રિવેન્દ્રમમાં રમાવાની છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.