Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi : મોહમ્મદ શમીની ઝડપી રિકવરી માટે PM મોદીએ કરી કામના, સોશિયલ મીડિયા પર આપ્યો આ સંદેશ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ (Mohammad Shami) સોમવારે ઈંગ્લેન્ડમાં તેની હીલની સર્જરી કરાવી હતી. ODI વર્લ્ડ કપ બાદથી જ તે આ ઈજાથી ખૂબ જ પરેશાન હતો. ત્યારે હવે સર્જરી થયા બાદ શમીએ તેના ફેન્સ સાથે તેની સર્જરી અંગેની...
pm modi   મોહમ્મદ શમીની ઝડપી રિકવરી માટે pm મોદીએ કરી કામના  સોશિયલ મીડિયા પર આપ્યો આ સંદેશ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ (Mohammad Shami) સોમવારે ઈંગ્લેન્ડમાં તેની હીલની સર્જરી કરાવી હતી. ODI વર્લ્ડ કપ બાદથી જ તે આ ઈજાથી ખૂબ જ પરેશાન હતો. ત્યારે હવે સર્જરી થયા બાદ શમીએ તેના ફેન્સ સાથે તેની સર્જરી અંગેની અપડેટ અને હોસ્પિટલની તેની કેટલીક તસવીરો શેર કરી. દરમિયાન, શમીની આ એક્સ-પોસ્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. આ ક્રિકેટ ખેલાડી પ્રત્યે વડાપ્રધાનનું આ જેશ્ચર ચાહકોને ઘણું પસંદ આવી રહ્યું છે.

Advertisement

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શમીએ (Mohammad Shami) તેની સર્જરી અને સ્વાસ્થ્ય્ અંગે ફેન્સ સાથે અપડેટ શેર કરી હતી. ત્યારે તેની આ પોસ્ટનો જવાબ આપતા પીએમએ લખ્યું, 'મોહમ્મદ શમી, હું તમારી ઝડપી રિકવરી અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું. મને ખાતરી છે કે તમે તમારી હિંમતથી આ ઈજાને પાર કરી શકશો જે તમારા માટે મહત્ત્વપૂર્ણ છે.' તમને જણાવી દઈએ કે, આ પહેલા જ્યારે ભારત ODI વર્લ્ડ કપની ફાઈનલમાં રમી રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શમી સહિત સમગ્ર ભારતીય ટીમને મળ્યા હતા. 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપની ફાઈનલ હાર પછી ખેલાડીઓનું દિલ તૂટી ગયું હતું અને તેઓ ડ્રેસિંગ રૂમમાં આ હાર પર દિલગીરી વ્યક્ત કરી રહ્યા હતા.

Advertisement

ત્યારે વડાપ્રધાને (PM Modi) ખેલાડીઓને ગર્વ કરવા કહ્યું હતું. કારણ કે, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ફાઈનલ મેચ પહેલા ચેમ્પિયનની જેમ રમી હતી અને તમામ 10 મેચ જીતી હતી. આ ટુર્નામેન્ટમાં શમીનું પ્રદર્શન પ્રશંસનીય હતું અને PM એ પણ તેને ગળે લગાવીને સાંત્વના આપી હતી. શમી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ લેનાર બોલર હતો. દરમિયાન, સોમવારે શમીએ તેની સર્જરી બાદ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરીને આ અપડેટ શેર કરી હતી. તેણે લખ્યું, 'હમણાં જ Achilles Tendon પર મારી હીલનું ઓપરેશન થયું છે. પુનઃપ્રાપ્તિમાં થોડો સમય લાગશે. પરંતુ, હું ટૂંક સમયમાં મારા પગ પર પાછા ચાલવાની રાહ જોઈ રહ્યો છું.'

Advertisement

આ પણ વાંચો - LokSabha Election : ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે BJP ના મુરતિયાના આ રહ્યાં નામો..!

Tags :
Advertisement

.