Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 : ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

19 નવેમ્બરે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ માટે ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચી છે. જેથી સમગ્ર ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવ્યા બાદ ટીમને itc નર્મદા હોટેલમાં લઈ...
world cup 2023    ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન  એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

19 નવેમ્બરે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ માટે ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચી છે. જેથી સમગ્ર ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવ્યા બાદ ટીમને itc નર્મદા હોટેલમાં લઈ જવામાં આવી છે.

Advertisement

ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન

Advertisement

ટીમ ઇન્ડિયા અમદાવાદ એરપોર્ટ પર પહોંચી છે. ITC નર્મદા હોટલમાં તેમને ઉતારો આપવામાં આવ્યો છે. ભારતીય ટીમના આગમનને લઈ એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સુરક્ષાનું નિરીક્ષણ કરશે. હોટલમાં પણ પરંપરાગત રીતે ટીમનું સ્વાગત કરવામાં આવશે. ભારતના ખેલાડીઓને આવકારવા સ્ટેડિયમ અને વર્લ્ડકપની રંગોળી તૈયાર કરવામાં આવી છે. હોટેલની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ તંત્ર સતત એલર્ટ મોડમાં છે. જેસીપી નીરજ બડગુજરે આજે સ્ટેડિયમની મુલાકાત લઇને બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતુ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

Advertisement

વર્લ્ડકપ મેચની ક્લોઝિંગ સેરેમની

વર્લ્ડકપ મેચની ક્લોઝિંગ સેરેમનીમાં અલગ અલગ કોલેજના યુવાનો પર્ફોર્મ કરવાના છે. હજુ મેચને 3 દિવસની વાર છે છતાં સ્ટેડિયમની બહાર ટીમ ઇન્ડિયાના થીમ બેસ્ડ ટી-શર્ટ લેવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકોમાં ખાસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ વાળી ટીશર્ટની માંગ વધારે જોવા મળી રહી છે.

ભારત સામે ફાઇનલમાં કોણ ટકરાશે?

ભારત ન્યૂઝીલેન્ડને પ્રથમ સેમિ ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોચ્યું છે. હવે બીજી સેમિ ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. આ બન્નેમાંથી જીતનારી ટીમ ફાઇનલમાં ભારત સામે ટકરાશે.

આ  પણ  વાંચો -ફાઈનલમાં એન્ટ્રી બાદ ટીમ ઈન્ડિયા ડ્રેસિંગ રૂમમાં જોવા મળી આ અંદાજમાં

Tags :
Advertisement

.