Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છ અને ખડીર રણ વિસ્તારમાં વન્યપ્રાણી અભ્યારણમાં આગમન

કચ્છ રણ વન્ય પ્રાણી અભ્યારણ હાલે મહત્વપૂર્ણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં હાલે ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર ફ્લેમિંગો તેમજ જળચર પક્ષીઓનું આગમન આકર્ષણનું કારણ બન્યું છે. ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે હાલે આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકુલ છે ત્યારે કચ્છ જિલ્લાનું આ વન્ય પ્રાણી અભ્યારણ પક્ષીવિદો માટે અને પક્ષી à
કચ્છ અને ખડીર રણ વિસ્તારમાં વન્યપ્રાણી અભ્યારણમાં આગમન

કચ્છ રણ વન્ય પ્રાણી અભ્યારણ હાલે મહત્વપૂર્ણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં હાલે ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર ફ્લેમિંગો તેમજ જળચર પક્ષીઓનું આગમન આકર્ષણનું કારણ બન્યું છે. ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે હાલે આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકુલ છે ત્યારે કચ્છ જિલ્લાનું આ વન્ય પ્રાણી અભ્યારણ પક્ષીવિદો માટે અને પક્ષી પ્રેમીઓ માટે તેમજ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર માટે પણ મહત્વપૂર્ણ છે.

Advertisement



કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં વર્ષ-2019 ના ચોમાસા દરમ્યાન બ્રીડીંગ સાઈટના નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તથા અગાઉની બ્રીડીંગ સાઈટના અભ્યાસના અનુભવે એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ ઉપર લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા બનાવવામાં આવે છે તથા ઊંચા ટેકરા વાળા ભાગો કે જે સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન ખુલ્લા જોવા મળતા હોય છે અને જેના પર ઘાસનો ઉગાવો હોતો નથી તેવા નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવામાં આવતી હોય છે.

Advertisement

વન કર્મચારીઓના લાંબાગાળાના ઉપરોક્ત નિરીક્ષણ અને અભ્યાસના આધારે વર્ષ-2021-22 દરમ્યાન જુની બ્રીડીંગ સાઈટથી નજીકના વિસ્તારમાં આર્ટીફીસીયલ બ્રીડીંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા. જેનું માપ 200 મીટર × 10 મીટર x 1 મીટર જેટલું રાખેલ. તેમજ વચ્ચેથી પાણીના નિકાલ માટે 100 મીટરના અંતરે 10 મીટર જેટલી જગ્યા રાખી આવા કુલ-05 (પાંચ) જેટલા પ્લેટફોર્મ મીટીગેશન પ્લાન અંતર્ગત બનાવવામાં આવેલ હતા. વર્ષ-2021ના ચોમાસા દરમ્યાન ઉપરોક્ત પ્લેટફોર્મ પર ફ્લેમિંગો દ્વારા માળા બનાવવાની શરૂઆત થયેલ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં રણમાં પાણીની આવક ન થતા ફ્લેમિંગો પરત ચાલ્યા ગયા હતા.

Advertisement



ગત જુલાઈ માસમાં ખુબજ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણના સમગ્ર મોટા રણ વિસ્તારમાં પાણીની આવક સારી થવાથી સમગ્ર રણ વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલ હતું. જેથી આ વર્ષે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયેલ છે. અને ફ્લેમિંગો દ્વારા બનાવવામાં આવેલ ઉપરોક્ત તમામ પ્લેટફોર્મ પર જુલાઈ માસમાં વસાહત સ્થાપવામાં આવેલ છે અને ઈંડા મુકવામાં આવેલ છે. તેમજ ઓગષ્ટ માસના અંતમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવી ગયા છે.




ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સપ્ટેમ્બર માસ દરમિયાન પણ ઉપરોક્ત પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં નવી વસાહતો બની રહી છે અને હજી બીજા ફ્લેમિંગો, પેલીકન, રીવર ટર્નસ, બ્લેક વિંગ્સ સ્ટીલ્ટ, ગ્રે હેરોન, પેઈન્ટેડ સ્ટોર્ક, સ્લેંડર બીલ્ડ ગુલ્સ, કોમન સેન્ડ પાઈપર, કોમન સ્ટીલ્ટ ડક, ડાર્ટર, કોર્મોરંટ વગેરે જેવા જળચર પક્ષીઓનું આગમન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં થઇ રહ્યું છે એમ પૂર્વ વન વિભાગ કચ્છના નાયબ વન સંરક્ષકશ્રી ગોવિંદસિંહજી સરવૈયાએ જણાવ્યું હતું.

Tags :
Advertisement

.