Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Andrea Jaeger: લોકર રૂમમાં થયું યૌન શોષણ, સ્ટાર ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Andrea Jaeger: જ્યારે તમારો રક્ષક જ ભક્ષક બની જાય છે, ત્યારે રાજા તરીકે તમારું જીવન પણ નરક જેવું લાગવા માંડે છે. તમારા માટે પૈસાની કોઈ કિંમત રહેતી નથી. તેમાંથી બહાર નીકળવા માટે તમે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર થઇ જાઓ છો....
05:49 PM Jul 17, 2024 IST | Hiren Dave

Andrea Jaeger: જ્યારે તમારો રક્ષક જ ભક્ષક બની જાય છે, ત્યારે રાજા તરીકે તમારું જીવન પણ નરક જેવું લાગવા માંડે છે. તમારા માટે પૈસાની કોઈ કિંમત રહેતી નથી. તેમાંથી બહાર નીકળવા માટે તમે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર થઇ જાઓ છો. આવું જ કંઈક ટેનિસ સ્ટાર ખેલાડી એન્ડ્રીયા જેગર સાથે થયું. એક સમયે, તેણે કિશોરાવસ્થામાં વિમ્બલ્ડનની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેમના અંગત જીવનમાં ભૂકંપ આવી ગયો. એક સમય એવો આવ્યો જ્યારે તેણે ટેનિસ છોડવાનો નિર્ણય કર્યો અને પોતાની કરોડોની સંપત્તિ દાનમાં આપી દીધી.

ફાઇનલમાં સૌને ચોંકાવ્યા

1983માં તે વિમ્બલ્ડનની ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. આ દરમિયાન તેને ફાઇનલમાં માર્ટિના નવરાતિલોવા સામે 6-1, 6-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ તેણે કહ્યું હતું કે તે ઈચ્છે છે કે તેઓ આ મેચ હારી જાય.

લોકર રૂમમાં જાતીય સતામણી થઈ

એન્ડ્રીયા જેગરે જણાવ્યું હતું કે મહિલા ટેનિસ એસોસિએશનના સ્ટાફના એક સભ્યે લોકર રૂમમાં તેનું યૌન શોષણ (sexual harassment) કર્યું હતું. જ્યારે તે ઓછી વયની હતી ત્યારે તેને દારૂ પીવડાવવામાં આવ્યો હતો. આ સિવાય તેના શૂઝમાં રેઝર બ્લેડ પણ રાખવામાં આવી હતી. 1985 ફ્રેન્ચ ઓપનમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે હંમેશા માટે ટેનિસથી દૂર થઈ ગઈ હતી.

ખોટું બોલીને નિવૃત્તિ લીધી

માત્ર 20 વર્ષની ઉંમરે તેણે ખભાની ઈજાને કારણે નિવૃત્તિ લઈ લીધી. પરંતુ લગભગ 40 વર્ષ પછી તેણે આ રહસ્ય ખોલ્યું અને કહ્યું કે જાતીય સતામણી અને ધમકીઓના કારણે તેણે ટેનિસને અલવિદા કહેવું પડ્યું હતુ.

નન બની ગઇ એન્ડ્રીયા

આ પછી એન્ડ્રીયાએ હોસ્પિટલમાં કામ કર્યું. તેણે શારીરિક શોષણનો ભોગ બનેલા લોકોને મદદ કરવા માટે તેના તમામ ઘરેણાં, ઘડિયાળો અને કાર વેચી દીધી. એન્ડ્રીયા 2008માં ઓર્ડર ઓફ ડોમિનિકન નન્સ માટે ચૂંટાઈ હતી.

આ  પણ  વાંચો  - ક્રિકેટ જગતમાંથી આવ્યા Bad News, પરિવારની સામે જ આ પૂર્વ ક્રિકેટરની હત્યા કરવામાં આવી

આ  પણ  વાંચો  - Tennis Player Ilie Năstase: શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટારે 2500 મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યો?

આ  પણ  વાંચો  - ASIA CUP માં ભારતની ટીમ પાકિસ્તાન સામે આ દિવસે ટકરાશે, વાંચો અહેવાલ

Tags :
Andrea JaegerBecomebladesearlyfinalistrazorretirementsexual harassmentshoesSports NewsWIMBLEDON
Next Article