Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોડાસામાં વહેલી સવારે રસ્તા વચ્ચે બે આખલાઓ બાખડ્યા, લોકોમાં ફેલાયો ભય, Video

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રખડતા ઢોર હંમેશાથી તમામ પાલિકા અને મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો સાબિત થયા છે. ત્યારે તાજેતરમાં અરવલ્લીના મોડાસાથી બે આખલાઓ બાખડવાનો વિડીયો સામે આવ્યો છે.મોડાસામાં પણ રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. તાજતેરમાં શહેરના ડીપ વિસ્તારમાં બે આખલા વચ્ચે ઘર્ષણનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, બે આખલા રસ્તા વચ્
મોડાસામાં વહેલી સવારે રસ્તા વચ્ચે બે આખલાઓ બાખડ્યા  લોકોમાં ફેલાયો ભય  video
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રખડતા ઢોર હંમેશાથી તમામ પાલિકા અને મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો સાબિત થયા છે. ત્યારે તાજેતરમાં અરવલ્લીના મોડાસાથી બે આખલાઓ બાખડવાનો વિડીયો સામે આવ્યો છે.
મોડાસામાં પણ રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. તાજતેરમાં શહેરના ડીપ વિસ્તારમાં બે આખલા વચ્ચે ઘર્ષણનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, બે આખલા રસ્તા વચ્ચે બાખડી રહ્યા છે અને તે જ રસ્તેથી પસાર થઇ રહેલા લોકો આ દ્રશ્યો જોઇ ડરી રહ્યા છે. થોડા સમય માટે વાહન ચાલકો રોંગ સાઈડ પરથી પસાર થવા મજબુર બન્યા હતા. જોકે, આ માત્ર મોડાસાની જ વાત નથી. સમગ્ર રાજ્યમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે. તંત્ર રખડતા ઢોરને લઇને શું કરી રહ્યું છે તે સવાલ પણ તાજેતરમાં જનતા વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
મોડાસા ઉપરાંત પાટણ શહેરમાં પણ આખલાઓનો આતંક યથાવત છે. અહીં મોડી રાત્રે આખલાઓએ જાહેર માર્ગ પર આતંક મચાવ્યો હતો. શહેરના રજનીશ પાર્ક પાસે જાહેરમાં આખલાઓ બાખડ્યા હોવાથી લોકો ખૂબ જ ભયમાં આવી ગયા હતા. અહીં આખલાએ આતંક મચાવતા એક ગાડી સહિત 4 થી વધુ વાહનોને નુકસાન તેમજ નાસ્તાની લારીને પણ નુકસાન થયું હતું. બે દિવસ અગાઉ પાટણ શહેરના કોહિનૂર સિનેમા વિસ્તારમાં પણ જાહેરમાં આખલાએ આતંક મચાવ્યો હતો. જેમાં 10 થી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. તો છેલ્લા 10 દિવસમાં પાટણ શહેરમાં આખલાના આતંકથી 7 લોકો ઘાયલ તેમજ એક વૃદ્ધને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમ છતાં નઘરોળ પાટણ પાલિકા ઘોર નિદ્રામાં જોવા મળી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.