Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલા અનામત બિલ સંસદમાં આ બુધવારે થઇ શકે છે રજુ, તમામ પક્ષોની સંમતિથી બિલ થઇ શકે છે પાસ

કેન્દ્ર સરકાર સંસદમાં મહિલા અનામત બિલ લાવી શકે છે. સોમવારથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. મહિલા આરક્ષણ બિલ બુધવારે લોકસભામાં રજૂ થઈ શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. એવી પણ આશા છે કે આ બિલ સરળતાથી પસાર થઈ...
મહિલા અનામત બિલ સંસદમાં આ બુધવારે થઇ શકે છે રજુ  તમામ પક્ષોની સંમતિથી બિલ થઇ શકે છે પાસ

કેન્દ્ર સરકાર સંસદમાં મહિલા અનામત બિલ લાવી શકે છે. સોમવારથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. મહિલા આરક્ષણ બિલ બુધવારે લોકસભામાં રજૂ થઈ શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. એવી પણ આશા છે કે આ બિલ સરળતાથી પસાર થઈ જશે, કારણ કે વિપક્ષી નેતાઓ પણ બિલને લઈને સહમત થઈ ગયા છે. વિપક્ષ તરફથી આ બિલને જોરદાર સમર્થન મળી રહ્યું છે.

Advertisement

હકીકતમાં સોમવારથી સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા જ સરકારે સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. આમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. સહિત એનડીએના નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન મહિલા આરક્ષણ બિલ અંગે ચર્ચા થઈ હતી. જે દરમ્યાન  ન માત્ર એનડીએના તમામ નેતાઓ આ બિલ માટે સહમત થયા પરંતુ I.N.D.I.Aના નેતાઓએ પણ બિલને સમર્થન આપ્યું. આના પરથી સ્પષ્ટ થયું કે આ બિલ સંસદમાંથી ખૂબ જ સરળતાથી પસાર થઈ શકે છે.

Advertisement

લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલા અનામતની હિમાયત

Advertisement

સર્વપક્ષીય બેઠકમાં સરકારે મહિલા અનામત બિલને લઈને કહ્યું કે તે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. તેના આધારે જ નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓ જેવી ચૂંટાયેલી સંસ્થાઓમાં મહિલા અનામતની જોરદાર હિમાયત કરવામાં આવી હતી. જો કે સૂત્રોનું માનીએ તો બુધવારે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવશે. જો તે અહીંથી પસાર થશે તો તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે.

મહિલા અનામત બિલ પર શું કહ્યું?

કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા મહિલા અનામત બિલ લાવવાની માંગ કરવામાં આવી છે. તેના પર ભાજપ અને એનસીપી જેવા તેના સાથી પક્ષોએ પણ કહ્યું કે તેઓ આ મુદ્દે તેમની સાથે છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને બીજુ જનતા દળ (BJD) એ સંસદની કાર્યવાહીને નવા બિલ્ડિંગમાં સ્થાનાંતરિત કરવાના પ્રસંગે મહિલા આરક્ષણ બિલ પસાર કરીને ઇતિહાસ રચવા સરકારને વિનંતી કરી હતી.

ટીએમસી પણ મહિલા અનામત બિલને સમર્થન કરતી જોવા મળી હતી.તેમાં ભાજપમાં મોટી સંખ્યામાં મહિલા સાંસદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, આરજેડી અને સમાજવાદી પાર્ટી જેવા કેટલાક પ્રાદેશિક પક્ષોએ મહિલાઓ માટે અનામતની હિમાયત કરી હતી. પરંતુ તેમણે અનામતમાં પછાત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિની મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

Tags :
Advertisement

.