Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 : સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી શરમજનક હરકત કરતો રહ્યો, કોઇએ ન રોક્યો...! જુઓ Video

વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખૂબ જ નિરાશાજનક રહી છે. તે પોતાની શરૂઆતની બંને મેચ હારી ગઇ છે. જે ઓસ્ટ્રેલિયન ટીમને દુનિયા જાણે છે તેવું આ વખતે ક્રિકેટ રસિકોને જોવા નથી મળ્યું. પહેલા ભારત અને પછી ગુરુવારે...
world cup 2023   સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી શરમજનક હરકત કરતો રહ્યો  કોઇએ ન રોક્યો     જુઓ video

વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખૂબ જ નિરાશાજનક રહી છે. તે પોતાની શરૂઆતની બંને મેચ હારી ગઇ છે. જે ઓસ્ટ્રેલિયન ટીમને દુનિયા જાણે છે તેવું આ વખતે ક્રિકેટ રસિકોને જોવા નથી મળ્યું. પહેલા ભારત અને પછી ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામેની શરમજનક હાર બાદ ઓસ્ટ્રેલિયાન કેપ્ટન પણ ખૂબ નિરાશ જોવા મળ્યા હતા. ફિલ્ડિંગ હોય કે બેટિંગ દરેક મામલે ઓસ્ટ્રેલિયન ટીમ પર દક્ષિણ આફ્રિકન ટીમ સારૂ પ્રદર્શન કરતી જોવા મળી હતી. આ મેચ દરમિયાન એક શરમજનક હરકત પણ કેમેરામાં કેદ થઇ હતી. જે કોઇ દર્શક દ્વારા નહીં પણ એક ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કરી હતી.

Advertisement

ડ્રેસિંગ રૂમમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડીની ગંદી હરકત કેમેરામાં કેદ થઇ

વર્લ્ડ કપ 2023ની 10મી મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. જે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની આ સતત બીજી હાર છે. આ દરમિયાન આ મેચને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સ્ટાર ખેલાડી ડ્રેસિંગ રૂમમાં ધૂમ્રપાન કરતો જોવા મળી રહ્યો છે. આ કોઇ બીજુ નહીં પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલ છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર થોડા જ સમયમાં વાયરલ થયો છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચ દરમિયાન ગ્લેન મેક્સવેલ ડ્રેસિંગ રૂમમાં ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ઓસ્ટ્રેલિયન ટીમની ઈનિંગની 20મી ઓવરનો છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગ્લેન મેક્સવેલ ડ્રેસિંગ રૂમમાં વેપ પી રહ્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલી પણ ગ્લેન મેક્સવેલની પાસે બેઠા હતા, જે હસતા જોવા મળી રહ્યા છે.

Advertisement

ક્વિન્ટન ડી કોક પ્લેયર ઓફ ધ મેચ બન્યો 

Advertisement

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 311 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 109 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલ અને સ્ટાર્કે 2-2 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમનું ખરાબ પ્રદર્શન યથાવત

વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયન ટીમનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. ઓસ્ટ્રેલિયાને તેની પ્રથમ મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, દક્ષિણ આફ્રિકાએ તેને બીજી મેચમાં હરાવ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 311 રન બનાવ્યા હતા. પરંતુ કાંગારૂ ટીમ 40.5 ઓવરમાં 177 રન પર જ સિમિત રહી હતી. ગ્લેન મેક્સવેલ 17 બોલમાં માત્ર 3 રન બનાવીને કેશવ મહારાજના બોલ પર બોલરના હાથે કેચ આઉટ થયો હતો. વળી, આ મેચમાં તેણે 10 ઓવર ફેંકી અને 34 રન આપ્યા અને 2 વિકેટ પોતાના નામે કરી.

આ પણ વાંચો - એવું શું થયું કે પાકિસ્તાની એંકરે ભારતીય ફેન્સની માંગવી પડી માફી ?

આ પણ વાંચો - SA vs AUS : ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકાએ 134 રને આપી માત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.