Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 World Cup 2024 માં આ બે નવી ટીમોની થશે એન્ટ્રી, આ ટીમને 9 વર્ષ બાદ ટૂર્નામેન્ટમાં મળી જગ્યા

2024 માં ICC T20 World Cup રમાવાનો છે, જેને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આવતા વર્ષે યોજાનારા T20 World Cup માં બે નવી ટીમોએ એન્ટ્રી કરી છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, આવતા વર્ષે યોજાનાર T20 World Cup...
t20 world cup 2024 માં આ બે નવી ટીમોની થશે એન્ટ્રી  આ ટીમને 9 વર્ષ બાદ ટૂર્નામેન્ટમાં મળી જગ્યા

2024 માં ICC T20 World Cup રમાવાનો છે, જેને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આવતા વર્ષે યોજાનારા T20 World Cup માં બે નવી ટીમોએ એન્ટ્રી કરી છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, આવતા વર્ષે યોજાનાર T20 World Cup માં નેપાળ અને ઓમાન ક્રિકેટ ટીમ જોવા મળશે. આ બંને મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થયા છે. નેપાળ અને ઓમને એશિયા ક્વોલિફાયર સેમિફાઇનલમાં જીત નોંધાવ્યા બાદ આ સ્થાન મેળવ્યું છે. ઓમાને બહેરીનને 10 વિકેટે હરાવ્યું હતું જ્યારે નેપાળે UAEને 8 વિકેટે હરાવ્યું હતું.

Advertisement

નેપાળ ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ઐતિહાસિક

ICC વર્લ્ડ કપ 2023 હાલમાં ભારતમાં ચાલી રહ્યો છે. તેનો લીગ સ્ટેજ 12 નવેમ્બરે સમાપ્ત થશે. આ પછી સેમી ફાઈનલ અને ફાઈનલની મેચ આવશે. 19 નવેમ્બરે નવો ચેમ્પિયન મળશે. પરંતુ તે દરમિયાન, જ્યારે ટીમો વર્ષ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે સખત પ્રયાસ કરી રહી છે, ત્યારે T20 વર્લ્ડ કપ આવતા વર્ષે જ યોજાનાર છે. આમાં અચાનક બે નવી ટીમોએ એન્ટ્રી કરી છે. તે બંને ટીમો માટે ગર્વ અને સન્માનની વાત છે. આ બંને ટીમો પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમતી જોવા મળશે. મોટી અને ચેમ્પિયન ટીમો સાથે પણ સ્પર્ધા કરશે. નેપાળ અને ઓમાનની ટીમોને આવતા વર્ષે વર્લ્ડ કપમાં રમવાની તક મળવા જઈ રહી છે. જણાવી દઇએ કે, નેપાળ ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. નેપાળની ટીમ આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. નેપાળની ટીમ માટે આનાથી વધુ ખુશીનો દિવસ ન હોઈ શકે. નેપાળે T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયરની સેમી ફાઇનલમાં UAE ને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. નેપાળે UAE ની સામે જીત મેળવ્યા બાદ ઉજવણી કરી હતી. તેના વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ચાહકોની ભીડ પણ જીતની ઉજવણી કરતી જોવા મળે છે. નેપાળે સખત મહેનત બાદ આ સ્થાન હાંસલ કર્યું છે. 9 વર્ષ બાદ નેપાળી ટીમને T20 વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે.

Advertisement

નેપાળ અને ઓમાન T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા છે

Advertisement

T20 વર્લ્ડ કપ 2024 આવતા વર્ષે જૂનમાં રમાશે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં, ICC દ્વારા ક્વોલિફાયર રાઉન્ડ રમાઈ રહ્યા છે. દરમિયાન, એશિયામાંથી જે બે ટીમો જવાની હતી તેમના નામ હવે ફાઈનલ થઈ ગયા છે. ઓમાન અને નેપાળની ટીમોએ પોતપોતાની મેચો જીતીને T20 વર્લ્ડ કપ રમવાનો માર્ગ મોકળો કરી લીધો છે. ઓમાનની ટીમ આ પહેલા ક્યારેય T20 વર્લ્ડ કપ રમી નથી અને એશિયા કપ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. જો આપણે નેપાળની વાત કરીએ તો હાલમાં જ ટીમ એશિયા કપ રમી હતી, જ્યાં તેને ભારત અને પાકિસ્તાન જેવી ટીમો સામે રમવાનો મોકો મળ્યો હતો અને હવે ટીમ વર્લ્ડ કપ પણ રમશે. નેપાળે UAEને 8 વિકેટે હરાવીને સીધી એન્ટ્રી કરી છે.

આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે

આ વખતે વર્લ્ડ કપનું આયોજન મોટા પાયે કરવામાં આવશે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, તેમાં કુલ 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ વખતે વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. તેથી જ તેની એન્ટ્રી થઈ ચૂકી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પણ તેનો ભાગ બનશે. યુરોપમાંથી, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગિની અને કેનેડા પછી હવે નેપાળ અને ઓમાન પણ પ્રવેશ્યા છે. હવે વધુ બે ટીમ આવવાની બાકી છે. અન્ય બે ટીમો કોણ હશે તે જોવાનું રહ્યું. જોકે ICC દ્વારા હજુ સુધી શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો - IND vs SL : ટીમ ઈન્ડિયાએ ભુકા બોલાવી દીધા, શ્રીલંકા સામે 302 રને મેળવી જીત

આ પણ વાંચો - ફૂટબોલ લેજેન્ડ મેસ્સી એ આઠમી વખત બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો, દિગ્ગજ મેરાડોનાને સમર્પિત કરી ટ્રોફી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.