Sunday બનશે Funday! અમેરિકામાં થશે ભારત પાકિસ્તાનની High Voltage મેચ, જાણો કેવું રહ્યું છે બંને ટીમનું પ્રદર્શન
IND vs PAK : T20 વર્લ્ડ કપ 2024 ખૂબ જ ભવ્ય અંદાજમાં રમાઈ રહ્યો છે. ચાહકોને દરરોજ રોમાંચક મેચો જોવા મળી રહી છે. વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની એક-એક મેચ રમાઈ ચુકી છે. ભારતીય ટીમે આયર્લેન્ડ સામેની મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ, પાકિસ્તાની ટીમને અમેરિકા સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ટૂર્નામેન્ટની જ પહેલી મેચમાં ટીમનું મનોબળ નીચું છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કના મેદાન પર શાનદાર મેચ રમાવાની છે, જે રોમાંચક બને તેની પૂરી સંભાવના છે.
રવિવારે રમાશે હાઈ વોલ્ટેજ મેચ
આવતીકાલે 9 જુનના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે. વર્લ્ડ કપ T20 આ વખતે USA માં રમાઈ રહ્યો છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્ક ખાતે મેચ રમાશે. આ મેચ બરોબર સાંજ ના 6 વાગે શરૂ થશે અને ભારત પાકિસ્તાનની મેચનો મુકાબલો હોય એટલે સૌ કોઈ આતુર છે. આ મેચને નિહાળવા અને ટીવી સામે ગોઠવાઈ જતા લોકો તમને આવતીકાલે જોવા મળી જશે. જણાવી દઇએ કે, પાકિસ્તાનને ICC ની World Cup ની મેચમાં હરાવવાનો રેકોર્ડ રહ્યો છે. એક માત્ર 2021 માં T20 વર્લ્ડ કપમાં ભારત માત્ર એક મેચ હાર્યું હતું. આ સિવાય હર હંમેશા ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે અને આવતી કાલે પણ ભારત હરાવશે તેવી ભારતીય ફેન આશા રાખીને બેઠા છે.
હેડ ટૂ હેડ
આ હાઈ વોલ્ટેજ ક્રિકેટ મેચમાં રસિકોનો ઉત્સાહ ખૂબ ઉપર જોવા મળશે. આ વખતે ભારતીય ટીમ ખૂબ સંતુલન અને વ્યવસ્થિત છે કેમ કે બેલેન્સ ટીમ છે અને પાકિસ્તાન હાલ વર્લ્ડ કપની એક મેચ અમેરિકા સામે હારી ગયું હતું. બીજી તરફ ભારતે એક મેચ જીતી છે એટલે પાકિસ્તાન માટે કરો યા મરોની સ્થિતિ છે. આ મેચ જીતવી હર સ્થિતિમાં જરૂરી છે. પાકિસ્તાન માટે આવતીકાલની મેચને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારત પાકિસ્તાનની મેચ હોય અને તે પણ વર્લ્ડ કપની મેચ હોય એટલે લોકોમાં ઉત્સાહ વધારે હોય તે સ્વાભાવિક છે. લોકો આ દિવસે ખાસ ટીવી સામે બેસીને મેચની મજા માણતા હોય છે. બીજી તરફ ભારત અગાઉના 2023 ના વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોચ્યું હતું અને અને પરફોર્મન્સ ખૂબ જ સરસ રહ્યું હતું. જોકે, અંતિમ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વખતે ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને T20 ટીમમાં સ્થાન અપાયું છે, ખાસ રોહિત શર્મા કેપ્ટન છે અને આવતીકાલે ભારત પાકિસ્તાન સામે વધુ એક વાર વર્લ્ડ કપની હાઇ પ્રોફાઇલ મુકાબલા માટે ટીમ સજજ છે.
અહેવાલ - સચિન કડિયા
આ પણ વાંચો - રવિવારે સાંજે મોદીના શપથ ગ્રહણ, પછી શરૂ થશે પાકિસ્તાન સાથે મુકાબલો!
આ પણ વાંચો - અમેરિકા સામે હાર બાદ Zomato અને Swiggy એ લીધી પાકિસ્તાની ટીમની મજા