SL vs AFG : આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત માટે મેદાને ઉતરશે
ICC ODI વર્લ્ડ કપ 2023 આજે પુણેના MCA સ્ટેડિયમમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન (AFG vs SL) વચ્ચે ભીષણ જંગ જોવા મળશે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે. જ્યારે શ્રીલંકાની ટીમ તેના ઘણા ખેલાડીઓની ઈજાથી પરેશાન છે. 1996 ની ચેમ્પિયન શ્રીલંકાએ સતત ત્રણ પરાજય સાથે શરૂઆત કરી હતી અને હવે તે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાની કોશિશ કરશે.
ટોસ કોણે જીત્યો ?
શ્રીલંકા અને અફઘાનિસ્તાનના કેપ્ટન મેદાનમાં આવી ગયા છે. અહીં અફઘાનિસ્તાને ટોસ જીતી શ્રીલંકાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું છે. અફઘાનિસ્તાનના કેપ્ટને કહ્યું કે ફિલ્ડિંગ લેવા પાછળનું કારણ ઝાકળ છે, બાદમાં બેટિંગ કરવી સરળ રહેશે.
ટૂર્નામેન્ટ બંને ટીમો 2-2 મેચ જીતી ચુકી છે
આજે, ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે રમાશે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આ બંને ટીમો 5-5 મેચ રમી છે. બંને ટીમોએ 2-2 મેચ જીતી છે. આજે બંને ટીમો પોતાની ત્રીજી જીતની રાહ જોશે. શ્રીલંકા અને અફઘાનિસ્તાન ટીમોનું મનોબળ ઉંચુ છે કારણ કે બંને ટીમોએ તેમની અગાઉની મેચો જીતી છે. બીજી તરફ આજે અફઘાનિસ્તાન પાસે વિશ્વ કપમાં પ્રથમ વખત શ્રીલંકાને હરાવવાનો મોકો હશે. પૂણેની પિચની વાત કરીએ તો, વનડે મેચોમાં રન ખૂબ જ વધારે થાય છે અને આ પિચ બેટ્સમેન માટે ઉત્તમ કહેવાય છે.
Both teams will be hoping to keep their semi-final aspirations alive 🇦🇫 🇱🇰#CWC23 #AFGvSL pic.twitter.com/OTIkL6FVze
— ICC (@ICC) October 30, 2023
હેડ ટુ હેડ રેકોર્ડ
આ બંને ટીમો અત્યાર સુધી ODI ક્રિકેટમાં 11 વખત સામસામે આવી ચુકી છે. જેમાં શ્રીલંકાએ 7 અને અફઘાનિસ્તાને 3 મેચ જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. વળી, અફઘાનિસ્તાનની ટીમ આજ સુધી વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે જીત મેળવી શકી નથી. આ બંને ટીમો વર્લ્ડ કપમાં બે વખત આમને સામને આવી ચુકી છે અને બંને વખત શ્રીલંકા જીત્યું છે. આવી સ્થિતિમાં આજે અફઘાનિસ્તાન પાસે આ રેકોર્ડ સુધારવાની તક છે. છેલ્લી વખત એશિયા કપમાં આ બંને ટીમો આમને-સામને આવી હતી ત્યારે શ્રીલંકાનો 2 રને વિજય થયો હતો.
Rashid Khan રમશે 100 મી મેચ
પોતાની 100મી વનડે વિશે રાશિદે કહ્યું, “મારા માટે આ એક ખાસ ક્ષણ છે અને જ્યારે તમે દેશ માટે 100 મેચ રમો છો, તે મોટી વાત છે. હું ખુશ છું કે આ વર્લ્ડ કપ મેચ છે અને અમે જીતવા માંગીએ છીએ. અગાઉ જ્યારે અમે પાકિસ્તાન સાથે રમતા હતા ત્યારે અમે બહુ ઓછા માર્જિનથી હારી જતા હતા. આ વખતે જ્યારે અમે ઈંગ્લેન્ડને હરાવ્યું ત્યારે અમને આત્મવિશ્વાસ મળ્યો. આ પછી અમે એ જ આત્મવિશ્વાસ સાથે પાકિસ્તાન સામે રમ્યા. અમે સેમિફાઇનલ વિશે વિચારી રહ્યા નથી, અમે જે પણ મેચ આવે તેમાં સારો દેખાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો - World Cup 2023 :ભારતની સેમીફાઈનલમાં ટિકિટ કન્ફર્મ! ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વર્લ્ડકપની રેસમાંથી બહાર
આ પણ વાંચો - IND vs ENG : શમી-બુમરાહની ધાકડ બોલીંગ સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીયે, ભારતની 100 રને શાનદાર જીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે