Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SA vs AFG : વર્લ્ડ કપમાંથી બહાર થઇ અફગાન ટીમ, દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે આપી માત

આજે ODI વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમા દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે મેચ જીતી લીધી છે. આ મેચમાં અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 15...
sa vs afg   વર્લ્ડ કપમાંથી બહાર થઇ અફગાન ટીમ  દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે આપી માત

આજે ODI વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમા દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે મેચ જીતી લીધી છે. આ મેચમાં અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 15 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમની જીતનો હીરો રાસી વાન ડેર ડુસેન રહ્યો હતો.

Advertisement

દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે જીત નોંધાવી

Advertisement

દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં 5 વિકેટે જીત નોંધાવી છે. આ હાર સાથે અફઘાનિસ્તાન વર્લ્ડ કપથી બહાર થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકાની 9 મેચમાં આ 7મી જીત છે. બીજી તરફ અફઘાનિસ્તાનની 9 મેચમાં 5 મી હાર છે. દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાને આપેલા 245 રનના લક્ષ્યાંકને 47.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગ કરતા વેન ડેર ડુસેને 76 રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન ડુસેને 6 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ્સ માટે તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. આફ્રિકન ટીમ ચાલુ ટુર્નામેન્ટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે સંઘર્ષ કરતી જોવા મળી છે. મેચની વાત કરીએ તો યુવા ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈની 97 રનની અણનમ ઇનિંગની મદદથી અફઘાનિસ્તાનની ટીમ શુક્રવારે વર્લ્ડ કપ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 244 રન બનાવવામાં સફળ રહી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ડુસેનના અણનમ 76 રનની મદદથી 15 બોલ બાકી રહેતા 47.3 ઓવરમાં 5 વિકેટે 247 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Advertisement

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સફર ખતમ

આ હાર સાથે વર્તમાન વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સફર સમાપ્ત થઈ ગઈ છે. સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે, અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે 438 રનના માર્જિનથી જીતવાની જરૂર હતી, જે લગભગ અશક્ય હતું. હવે ચોથી સેમી ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રેસ છે. જોકે ચોથી સેમી ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડનો દાવો મજબૂત દેખાઈ રહ્યો છે. જો પાકિસ્તાને સેમી ફાઈનલમાં પ્રવેશ કરવો હોય તો તેણે 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામેની મેચ 287 રનના માર્જીનથી જીતવી પડશે. બીજો વિકલ્પ એ છે કે જો પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે લક્ષ્યનો પીછો કરે છે તો તેણે 284 બોલ બાકી રહેતાં મેચ જીતવી પડશે. આવું કરવું કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. આવી સ્થિતિમાં, બંને સ્થિતિમાં પાકિસ્તાનને હવે કોઇ ચમત્કારની જરૂર પડશે. જો પાકિસ્તાન આમ કરવામાં અસમર્થ રહેશે તો ન્યૂઝીલેન્ડ સેમી ફાઈનલમાં જશે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમી ફાઇનલમાં પોતપોતાની જગ્યા નિશ્ચિત કરી ચૂક્યા છે.

કેવી રહી મેચ ?

ઉલ્લેખનીય છે કે, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે સારી શરૂઆત કરી હતી. ટીમે 41ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ગુરબાઝ 22 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. ઝદરાન માત્ર 15 રન બનાવી શક્યો હતો. કેપ્ટન શાહિદી માત્ર બે રન બનાવી શક્યો હતો. અફઘાનિસ્તાને 4 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રહેમત શાહ અને ઓમરઝાઈ વચ્ચે ભાગીદારી થઈ. રહમત 46 બોલમાં માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. ઉમરઝાઈએ ​​ટૂર્નામેન્ટમાં પોતાનું સારું ફોર્મ ચાલુ રાખતા 107 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ઓમરઝાઈ અને રાશિદ ખાને છઠ્ઠી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરીને સ્કોરને આગળ ધપાવ્યો હતો, જેના કારણે ટીમે 150 રનનો આંકડો પાર કર્યો હતો. પરંતુ રાશિદ 14 રનના આઉટ થવાને કારણે આ ભાગીદારી તૂટી ગઈ. ત્યારબાદ ઓમરઝાઈએ ​​નૂર અહેમદ (26 રન) સાથે 44 રનની ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો - સેમી ફાઈનલમાં પહોંચ્યા પછી પણ ટીમ ઈન્ડિયાની વધી ચિંતા, જાણો શું છે કારણ

આ પણ વાંચો - વર્લ્ડ કપ દરમિયાન જ ICC એ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને કર્યું BAN, જાણો શું છે કારણ

આ પણ વાંચો - વિવાદોની વચ્ચે બાંગ્લાદેશની ટીમમાંથી આ દિગ્ગજનો થયો ‘TIME OUT’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.