Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs IRE : જીત સાથે કેપ્ટન રોહિત શર્મા બન્યો હીરો, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે

IND vs IRE : T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા (Team India)એ પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી. આયર્લેન્ડ વિરુદ્ધની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ એક વર્લ્ડ રેકોર્ડ (World Record) પોતાના નામે કરી લીધો છે. T20 વર્લ્ડ...
ind vs ire   જીત સાથે કેપ્ટન રોહિત શર્મા બન્યો હીરો  આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે

IND vs IRE : T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા (Team India)એ પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી. આયર્લેન્ડ વિરુદ્ધની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ એક વર્લ્ડ રેકોર્ડ (World Record) પોતાના નામે કરી લીધો છે. T20 વર્લ્ડ કપ 2024ની પોતાની પહેલી જ મેચમાં તેણે 3 સિક્સર ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ (Historic record) બનાવ્યો છે. તેણે સિક્સર ફટકારવાની બાબતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા આંકડાને સ્પર્શ કર્યો છે જેની નજીક કોઈ અન્ય બેટ્સમેન નથી. જોકે હિટમેને આ મેચમાં ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

Advertisement

રોહિત શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024માં પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી. રોહિત શર્માએ આ મેચમાં 3 સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર પૂરી કરી લીધી છે. તે 600 સિક્સર મારનાર વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા કોઈ પણ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર ફટકારી શક્યો ન હતો. વળી, ક્રિસ ગેલ આ મામલે બીજા સ્થાને છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 553 સિક્સર ફટકારી છે. તેના પઠી ત્રીજા નંબરે પાકિસ્તાનનો ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી છે. જેણે 476 સિક્સર ફટકારી છે. જણાવી દઇએ કે, આ મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો.

Advertisement

રોહિતે બાબર આઝમને પાછળ છોડ્યો

રોહિત શર્માએ ઓપનિંગ બેટ્સમેન તરીકે ઇનિંગની શરૂઆત કરી અને T20 ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા. આવું કરનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેના પહેલા આ કારનામું ભારતીય ખેલાડી વિરાટ કોહલી અને પાકિસ્તાની ખેલાડી બાબર આઝમે કર્યું હતું. વિરાટ કોહલીના T20 ક્રિકેટમાં 4038 રન છે જ્યારે બાબર આઝમે T20માં કુલ 4023 રન બનાવ્યા છે. રોહિત શર્માએ પોતાની 152મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિતે સૌથી ઓછા બોલ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ 4000 રન પૂરા કરવા માટે 2861 બોલ રમ્યા છે.

T20 વર્લ્ડ કપમાં 1000 રન પૂરા કર્યા

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ પહેલા ભારતીય ખેલાડી વિરાટ કોહલી અને શ્રીલંકાના ખેલાડી મહેલા જયવર્દનેએ આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 1142 રન બનાવ્યા છે અને મહેલા જયવર્દને T20 વર્લ્ડ કપમાં 1016 રન બનાવ્યા છે.

Advertisement

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 4000+ રન

વિરાટ કોહલીઃ ટેસ્ટમાં 8,848, વનડેમાં 13,848 અને T20માં 4,038
રોહિત શર્માઃ ટેસ્ટમાં 4,137, વનડેમાં 10,709 અને T20Iમાં 4,026*

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તેમનો નિર્ણય સાચો સાબિત થયો. આયરિશ ટીમ 16 ઓવરમાં માત્ર 96 રનમાં સમેટાઈ ગઈ હતી. આયરિશ ટીમના બેટ્સમેનો ભારતીય ઝડપી બોલરો સામે લાચાર દેખાતા હતા અને શરૂઆતથી જ તેમની વિકેટો પડતી રહી હતી. માત્ર ગેરેથ ડેલાની, જોશુઆ લિટલ, કર્ટિસ કેમ્ફર અને લોર્કન ટકર ડબલ ફિગર સુધી પહોંચી શક્યા. આયરિશ ટીમના બેટ્સમેનો ભારતીય ઝડપી બોલરો સામે લાચાર દેખાતા હતા અને શરૂઆતથી જ તેમની વિકેટો પડતી રહી હતી. માત્ર ગેરેથ ડેલાની, જોશુઆ લિટલ, કર્ટિસ કેમ્ફર અને લોર્કન ટકર ડબલ ફિગર સુધી પહોંચી શક્યા.

આ પણ વાંચો - T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત

આ પણ વાંચો - IND vs IRE : ટીમ ઈન્ડિયાએ જીત સાથે T20 World Cupની શરૂઆત કરી, આયરલેન્ડને માત્ર 12.2 ઓવરમાં હરાવ્યું

Tags :
Advertisement

.