Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KKR ના IPL જીત્યા બાદ SRK થયો ભાવુક, કહ્યું કે; આ ટ્રોફી એ વાતનો પુરાવો છે કે........

IPL 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સ ની ટીમે ત્રીજી વખત ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. કોલકાતાની ટીમે ફાઇનલમાં SRH ની ટીમ સામે વિજય મેળવ્યો હતો. આ પહેલા કોલકાતાની ટીમ વર્ષ 2012 અને 2014 માં ગૌતમ ગંભીરની કપ્તાનીમાં વિજય ખિતાબ પોતાના...
kkr ના ipl જીત્યા બાદ srk થયો ભાવુક  કહ્યું કે  આ ટ્રોફી એ વાતનો પુરાવો છે કે

IPL 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સ ની ટીમે ત્રીજી વખત ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. કોલકાતાની ટીમે ફાઇનલમાં SRH ની ટીમ સામે વિજય મેળવ્યો હતો. આ પહેલા કોલકાતાની ટીમ વર્ષ 2012 અને 2014 માં ગૌતમ ગંભીરની કપ્તાનીમાં વિજય ખિતાબ પોતાના નામે કર્યો હતો. કોલકાતા ટીમના વિજય મેળવ્યા બાદ સૌ લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. પરંતુ કોલકાતાના વિજય બાદ સૌથી વધુ ખુશ ટીમના માલિક શાહરુખ ખાન જોવા મળ્યા હતા. તેઓએ આખા ગ્રાઉંડ ઉપર લોકોનું અભિવાદન કરીને અને પોતાના અનેરા અંદાજમાં ઉજવણી કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ટીમની જીતના ત્રણ દિવસ બાદ કિંગ ખાને પોતાના ટ્વિટર પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને KKRની જીત પર ખુશી વ્યક્ત કરી છે અને તેણે પોતાની પોસ્ટમાં પોતાની ટીમ અને ખેલાડીઓના વખાણ પણ કર્યા છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું..

Advertisement

'આ ટ્રોફી એ વાતનો પુરાવો છે કે ટીમનો દરેક ખેલાડી સર્વશ્રેષ્ઠ છે' - SRK

શાહરૂખ ખાને KKR ના જીત ઉપર પોતાની ખુશી વ્યક્ત કરતાં પોતાની પોસ્ટમાં લખ્યું છે કે - 'મારી ટીમ, મારા ચેમ્પ્સ. હું ઘણું કામ કરી શકતો નથી અને તમે પણ તે બધું કરી શકતા નથી, પરંતુ અમે સાથે મળીને બધું મેનેજ કરી શકીએ છીએ. KKRનો પણ આ જ ઉદ્દેશ્ય છે. બસ સાથે રહો. આ પછી તેણે પોતાની ટીમના એક-એક ખેલાડીના વખાણ કર્યા. વધુમાં તેણે લખ્યું કે આ ટ્રોફી એ વાતનો પુરાવો છે કે ટીમનો દરેક ખેલાડી સર્વશ્રેષ્ઠ છે. તમે બધા તારા જેવા છો, મને આશા છે કે વિશ્વભરના યુવાનો શીખશે કે મુશ્કેલ સમય કાયમ રહેતો નથી. 2025માં સ્ટેડિયમમાં તમને બધાને મળીશું.

Advertisement

ખાસ રહી KKR ની જીતની સફર

ઉલ્લેખનીય છે કે, કોલકાતાની ટીમનું આ વર્ષમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. કોલકાતાની ટીમે લીગ સ્ટેજમાં પ્રથમ ક્રમાંકમાં સ્થાન મેળવ્યું હતું અને તેની સાથે IPL ના ઇતિહાસમાં સૌથી વધુ NRR પણ હાંસલ કર્યો હતો. આ સાથે જ પ્લેઓફના બને મુકાબલામાં એકતરફી જીત હાંસલ કરી હતી. નોંધનીય છે કે, બને પ્લેઓફ મુકાબલામાં મિચેલ સ્ટાર્ક બન્યા હતા. આવું કરનાર તેઓ પ્રથમ ખેલાડી બન્યા હતા.

Advertisement

આ પણ વાંચો : England: T20વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, આ ખેલાડી થયો બહાર

Tags :
Advertisement

.