SRK IN DHOOM 4 : SRK અને RRR નો હીરો 'DHOOM 4' નો હશે ભાગ, તેવી સંભાવનાઓ વિશે ચાહકોમાં અટકળો વહેતી થઈ
SRK IN DHOOM 4 : અભિનેતા શાહરૂખ ખાન એટલે કે કિંગ ખાન, કિંગ ઓફ રોમાન્સ અને કિંગ ઓફ હાર્ટસ્ તરીકે પ્રસિદ્ધ છે. તેમણે તેમના 30 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન ઘણી ફિલ્મોમાં રોમાન્સથી ભરપૂર પાત્રો ભજવીને કરોડો લોકોના દિલ જીત્યા છે. આ વર્ષમાં પણ રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત તેમની તાજેતરની ફિલ્મ DUNKI ને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી હતી. પરંતુ આ વર્ષમાં પહેલા શાહરુખ ખાનની બે મોટી સુપર ડૂપર હિટ ફિલ્મો જેવી કે JAWAN અને PATHAN એ બોકસ ઓફિસ ઉપર 1000 કરોડ કરતા પણ વધુની કમાણી કરીને ઇતિહાસ સર્જ્યો છે.
આ સાથે જ બાદશાહ શાહરુખ ખાને પોતાની રોમાન્સ હીરોની ઇમેજને પાછળ છોડીને પોતે ધમાકેદાર એક્શન પણ કરી શકે છે, એવું દુનિયાને જણાવી દીધૂ છે. ત્યારે હવે SRK બોલીવુડની એક સફળ અને લોકપ્રિય એક્શન ફિલ્મ શ્રેણીનો ભાગ બનશે તેવી વાતોએ જોર પકડયું છે.
શું SRK બનશે DHOOM 4 ફિલ્મનો ભાગ ?
SRK ની ફિલ્મી સફરમાં નવા સ્તરને ઉમેરતા, હવે ' DHOOM 4' ની કાસ્ટમાં હવે સુપરસ્ટાર શાહરુખ ખાન જોડાય તેવી સંભાવના વિશે ચાહકોમાં અટકળો વહેતી થઈ છે. આ અટકળો બાદ ચાહકોમાં અપેક્ષા અને ઉત્તેજનાઓ નવી ઊંચાઈએ પહોંચી રહી છે, જે હિન્દી સિનેમાની દુનિયામાં શાહરૂખ ખાનની બાદશાહત દર્શાવે છે. હવે શાહરુખના ફેન્સ JAWAN અને PATHAN બાદ DHOOM 4 માં તેમના મનપસંદ અભિનેતાને એક્શન કરતો જોવા માંગે છે. જો કે, હજી ફિલ્મના નિર્માતાઓ દ્વારા હજી આ બાબત અંગે કોઇપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ મોટો અભિનેતા પણ SRK સાથે મચાવી શકે છે ધૂમ
આ દરમિયાન રામ ચરણ કે જેઓ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં તેમના અભિનય અને માટે જાણીતા છે, તેઓ પણ SRK સાથે 'DHOOM 4' જોડાશે તેવું અનુમાન કરવામાં આવે છે. રામ ચરણની તાજેતરની મૂવી - RRR એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શનમાં મોટી સફળતા મેળવી હતી. આ ફિલ્મ માત્ર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોમાં જ સફળ રહી ન હતી, પરંતુ તેણે તેના ગીત "નાતુ નાતુ" માટે ઓસ્કાર એવોર્ડ પણ મેળવ્યો હતો. જો આવું ખરેખર બને કે રામ ચરણ અને શાહરુખ ખાન એકસાથે એક ફિલ્મમાં દેખાય તો ખરેખર બોક્સ ઓફિસ ઉપર નવો ઇતિહાસ લખાશે તેમાં કોઈ શંકા નથી.
આ પણ વાંચો -- Year Ender 2023: તે ત્રણ કારણો જેને વર્ષ 2023માં શાહરૂખ ખાનને ‘બાદશાહત’ પરત અપાવી…