Supreme Court : મુસ્લિમ મહિલાઓ પણ હવે....
Supreme Court : સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે એક મહત્વનો ચૂકાદો આપતાં કહ્યું છે કે મુસ્લિમ મહિલા પણ તેના પતિ પર ભરણપોષણના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે. તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ આનાથી સંબંધિત પગલાં લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે. ભલે તેમનો ધર્મ ગમે તે હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈની મદદ લઈ શકે છે.
Supreme Court rules that Section 125 CrPC, which deals with wife's legal right to maintenance, is applicable to all women and a divorced Muslim female can file a petition under this provision for maintenance from her husband. pic.twitter.com/5pFpbagjkD
— ANI (@ANI) July 10, 2024
જોઈન્ટ એકાઉન્ટ અને એટીએમ ખોલીને આર્થિક મદદ કરવી જોઈએ
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથનાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતીય પુરુષો પરિવાર માટે ગૃહિણીની ભૂમિકા અને બલિદાનને ઓળખે. તેઓએ તેને જોઈન્ટ એકાઉન્ટ અને એટીએમ ખોલીને આર્થિક મદદ કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે બુધવારે મહિલાઓના ભરણપોષણ પર મોટી રેખા દોરતા કહ્યું કે આમાં ધર્મ કોઈ અડચણ નથી, કોર્ટે મુસ્લિમ મહિલાઓ માટે ભરણપોષણની જવાબદારી પણ નક્કી કરી છે. તેલંગાણાની મહિલાએ ભરણપોષણ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં પતિ હાઈકોર્ટમાં કેસ હારી ગયો હતો. જસ્ટિસ નાગરથના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ડબલ બેન્ચે આ ચૂકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માત્ર મુસ્લિમ મહિલાઓ જ નહીં, કોઈપણ ધર્મની મહિલાઓ ભરણપોષણની હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 125 હેઠળ મહિલા તેના પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ દાખલ કરી શકે છે. આમાં ધર્મ કોઈ અવરોધ નથી. જસ્ટિસ નાગરથનાએ ચુકાદો આપતી વખતે એક મહત્વની વાત પણ કહી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતીય પુરુષોએ પોતાની પત્નીઓના બલિદાનને ઓળખવું જોઈએ. તેમણે સલાહ આપી કે તેમના ખાતા અને સંયુક્ત ખાતા ખોલવા જોઈએ. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસમાં કાયદાની ધર્મનિરપેક્ષતાની વાત કરી હતી.
શું છે સમગ્ર મામલો
જે કેસમાં કોર્ટે આ નિર્ણય આપ્યો છે તે એક મુસ્લિમ મહિલાએ સીઆરપીસીની કલમ 125 હેઠળ પોતાના પતિને 20 હજાર રૂપિયા આપવાની માંગણી કરી હતી જેના પર ફેમિલી કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપતાં તેના પૂર્વ પતિ મોહમ્મદ અબ્દુલ સમદને તેની છૂટાછેડા લીધેલી પત્નીને દર મહિને રૂ. 10,000 નું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો----- Russia ભારતમાં 6 નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા કરશે મદદ
આ પણ વાંચો---- JAMMU KASHMIR : બે મહિનામાં એક જ પરિવારના બે દીકરાએ દેશ માટે શહીદી વહોરી
આ પણ વાંચો---- Puri Jagannath Rath Yatra: રથયાત્રામાં મોટી દુર્ઘટના, રથ પરથી પડી ભગવાનની મૂર્તિ
આ પણ વાંચો---- Road Accident : ડબલ ડેકર બસ પાછળથી દૂધની ટેંકરમાં ઘૂસી જતાં 18ના મોત
આ પણ વાંચો---- Gender change : મહિલા IRS અધિકારીએ કરાવ્યું લિંગ પરિવર્તન…