થપ્પડ મારવાની ઘટના પર કંગના રનૌત અને CISF કર્મીની પ્રતિક્રિયા, Video
Kangana Ranaut slapping incident : બોલિવૂડ અભિનેત્રી (Bollywood actress) અને મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌત (BJP MP from Mandi Kangana Ranaut) ને ચંદીગઢ એરપોર્ટ (Chandigarh airport) પર CISFની એક મહિલા ગાર્ડે થપ્પડ મારી દીધો છે. હવે આ મામલામાં નવા તથ્યો સામે આવ્યા છે. થપ્પડ મારવાના આરોપી CISF જવાનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલા CISF કર્મચારી (કુલવિંદર કૌર) જે કહી રહી છે તેના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે તે ખેડૂતોના આંદોલનને લઈને કંગના રનૌતના જૂના નિવેદનથી ખૂબ જ નાખુશ હતી. બીજી તરફ કંગના રનૌતે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. વાસ્તવમાં કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર સ્ટેટસ શેર કરીને પોતાનું મૌન તોડ્યું છે. આવો જાણીએ આ ઘટના પર કંગનાએ શું આપી છે પ્રતિક્રિયા...
CISF કર્મીનો વીડિયો આવ્યો સામે
ચંદીગઢ એરપોર્ટ પર BJP સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તણૂકના મામલામાં નવા તથ્યો સામે આવ્યા છે. ચંદીગઢ એરપોર્ટ પર અભિનેત્રી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે જેણે તેને જાહેરમાં થપ્પડ મારી હતી તે બીજું કોઈ નહીં પણ CISFની એક મહિલા સૈનિક છે. બહાર આવી રહેલી માહિતી મુજબ અભિનેત્રી પર આ હુમલો ચંદીગઢ એરપોર્ટની અંદર થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગના રનૌતને મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારી દેવામાં આવ્યો હતો કારણ કે કંગના ખેડૂતોના આંદોલનની વિરુદ્ધ હતી અને મહિલા જવાનને અભિનેત્રી જે કહી રહી હતી તે પસંદ ન હોતું. તે છેલ્લા ઘણા સમયથી ગુસ્સામાં હતી અને અભિનેત્રીને જોઈને તેનો ગુસ્સો ભડકી ગયો હતો. હવે ખેડૂત આંદોલન વિરુદ્ધ બોલવા બદલ મહિલાએ અભિનેત્રીને થપ્પડ મારી દીધો છે. સામે આવી રહેલી તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યાં હાજર લોકો એક્ટ્રેસને રોકવાની કોશિશ કરી રહ્યા છે અને તે ગુસ્સા પર ભડકતી જોવા મળી રહી છે.
મહિલા CISF કર્મીએ શું આપી પ્રતિક્રિયા?
મહિલા CISF કર્મીએ આ ઘટના અંગે કહ્યું, "તેણે (કંગના રનૌત) નિવેદન આપ્યું હતું કે, ત્યાં લોકો 100-100 રૂપિયા લઈને બેઠા હતા. મારી માતા ખેડૂતોના આંદોલનમાં બેઠી હતી, શું તે ત્યાં બેસશે? જણાવી દઇએ કે, આરોપી CISF મહિલાના નિવેદનનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, એક તરફ કંગના રનૌત દેખાઈ રહેલી છે અને બીજી તરફ મહિલા સુરક્ષાકર્મી જોરજોરથી બૂમો પાડતી જોવા મળી રહી હતી કે તેની માતા ખેડૂતોના આંદોલનમાં બેઠી હતી.
કંગના રનૌત, CISF મહિલાકર્મી અને સ્પષ્ટતા...#KangnaRanaut #Airport #Mandi #ElectionResults #Chandigarhairport #CISF #Chandigarh #KulwinderKaur #Thappad #Farmers @KanganaTeam pic.twitter.com/p0sEpAuabE
— Hardik Shah (@Hardik04Shah) June 6, 2024
આ મામલે કંગના રનૌતે શું કહ્યું?
BJP સાંસદે વીડિયો જાહેર કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી છે. તેણે કહ્યું, હું સુરક્ષિત છું. ચંદીગઢ એરપોર્ટ પર આજે જે ઘટના બની હતી તે સુરક્ષા તપાસ દરમિયાન બની હતી. સિક્યોરિટી ચેક કર્યા પછી જ્યારે હું આગળ ગઇ ત્યારે બીજી કેબિનમાં CISFની મહિલા કર્મચારી મારી સામે આવવાની રાહ જોઈ રહી હતી, પછી બાજુમાંથી આવીને મને હીટ કર્યું અને મારી સાથે દુર્વ્યવહાર પણ કર્યો. 'મેં તેને પૂછ્યું કે તેણે આવું શા માટે કર્યું, તો તેણે કહ્યું કે તે ખેડૂતોના વિરોધને સમર્થન કરે છે. મારી ચિંતા એ છે કે પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને કેવી રીતે હેન્ડલ કરવામાં આવશે.
કંગના રનૌતે ફરિયાદ કરી હતી
ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત સાથે આ ઘટના બપોરે 3.30 વાગ્યે બની હતી. કંગનાને ચંદીગઢથી દિલ્હી જવાનું હતું. ત્યારબાદ સુરક્ષા તપાસ દરમિયાન CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે આ હરકત કરી હતી. જણાવી દઈએ કે ખેડૂતોના આંદોલન દરમિયાન કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા નિવેદનથી કુલવિંદર કૌર ગુસ્સામાં હતી. આ દરમિયાન કંગનાની સાથે રહેલા મયંક મધુરએ કુલવિંદ કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી કંગનાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી અને ત્યારબાદ કંગના દિલ્હી જવા રવાના થઈ ગઈ.
આ પણ વાંચો - એરપોર્ટ પર Kangan Ranautને કોણે માર્યો થપ્પડ? જાણો
આ પણ વાંચો - BJP ઉમેદવાર કંગના રનૌતનું નિવેદન, ‘અમે ખરેખર 2014 માં આઝાદી મેળવી હતી…