Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rahul Gandhi એ કર્ણાટકના CM ને લખ્યો પત્ર, કહ્યું- પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા કેસમાં પીડિતોની મદદ કરો...

કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા કેસમાં પીડિતોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા જણાવ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) પત્રમાં લખ્યું છે કે...
rahul gandhi એ કર્ણાટકના cm ને લખ્યો પત્ર  કહ્યું  પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા કેસમાં પીડિતોની મદદ કરો
Advertisement

કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા કેસમાં પીડિતોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા જણાવ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) પત્રમાં લખ્યું છે કે હું તમને પીડિતોને શક્ય તમામ મદદ આપવા વિનંતી કરું છું. આ ઘૃણાસ્પદ ગુનાઓ માટે જવાબદાર તમામ પક્ષકારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અમારી સામૂહિક ફરજ છે.

અપહરણનો નવો કેસ નોંધાયો...

આપને જણાવી દઈએ કે કર્ણાટકના પૂર્વ મંત્રી એચડી રેવન્ના અને તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે જે અપહરણનો છે. આ અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. પોલીસે કહ્યું છે કે, નવો કેસ ગુરુવારે રાત્રે નોંધવામાં આવ્યો છે. રેવન્ના, હાસન જિલ્લાની હોલેનારસીપુરા સીટના જનતા દળ (સેક્યુલર) ધારાસભ્ય, પૂર્વ PM એચડી દેવગૌડાના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના મોટા ભાઈ છે.

Advertisement

Advertisement

કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે શું કહ્યું...

અગાઉ કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ શુક્રવારે કહ્યું હતું કે જનતા દળ (સેક્યુલર)ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એચડી રેવન્નાને તેમની વિરુદ્ધ યૌન ઉત્પીડન અને અપહરણના કેસમાં બીજી નોટિસ મોકલવામાં આવી છે. નોંધનીય છે કે રેવન્નાના પુત્ર અને હાસનના JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્ના પણ બળાત્કાર અને જાતીય સતામણીના કેસનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પ્રજ્વલની કથિત સંડોવણી સાથેના ઘણા વીડિયો અને ફોટોગ્રાફ્સ સામે આવ્યા બાદ વિપક્ષ સતત હુમલો કરી રહ્યો છે. પ્રજ્વલ વિશે વાત કરીએ તો, તે હાસન બેઠક પરથી BJP-JD(S) ગઠબંધનના ઉમેદવાર છે જ્યાં લોકોએ 26 એપ્રિલે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો : Hardeep Singh Nijjar હત્યા કેસમાં આરોપીની ધરપકડ બાદ કેનેડિયન પોલીસે કર્યા અનેક મોટા ખુલાસા…

આ પણ વાંચો : ‘Rohith Vemula દલિત ન હતો’, હૈદરાબાદ પોલીસે ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યું કે ‘ડર’ના કારણે તેણે આત્મહત્યા કરી

આ પણ વાંચો : MussoorieAccident : મસૂરી-દેહરાદૂન રોડ પર કાર ખીણમાં ખાબકી, 5ના મોત

Tags :
Advertisement

.

×