Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024 Result : મહારાષ્ટ્રમાં INDIA ગઠબંધન આગળ

Lok Sabha Election 2024 Result : જેમ જેમ પરિણામ (Result) સામે આવી રહ્યા છે તેમ તેમ કોની સરકાર બનવા જઇ રહી છે તે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે. તાજેતરના આંકડાઓની વાત કરીએ તો NDA લગભગ 300 સીટો પર આગળ દેખાઇ...
lok sabha election 2024 result   મહારાષ્ટ્રમાં india ગઠબંધન આગળ

Lok Sabha Election 2024 Result : જેમ જેમ પરિણામ (Result) સામે આવી રહ્યા છે તેમ તેમ કોની સરકાર બનવા જઇ રહી છે તે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે. તાજેતરના આંકડાઓની વાત કરીએ તો NDA લગભગ 300 સીટો પર આગળ દેખાઇ રહી છે. તો બીજી તરફ INDIA ગઠબંધન પણ 225 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રની સ્થિતિની વાત કરીએ તો અહીં ભાજપ અને શિંદે જૂથના ગંઠબંધનને મોટો ઝટકો લાગતો હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. અહીં મહાયુતિ ગઠબંધન માત્ર 19 સીટો પર આગળ છે, જ્યારે મહા વિકાસ અઘાડી ગઠબંધન 28 સીટો પર આગળ છે. મહાયુતિ ગઠબંધનની વાત કરીએ તો અહીં સૌથી મોટો ફટકો એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાને લાગ્યો છે.

Advertisement

શિંદે જૂથને લાગી શકે છે ઝટકો

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટે પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કલ્યાણ લોકસભા સીટ પણ સામેલ છે. દરેકની નજર મહારાષ્ટ્રની આ સીટ પર ટકેલી છે કારણ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે આ વખતે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. શિંદેનો મુકાબલો ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UTB)ના ઉમેદવાર વૈશાલી દરેકર રાણે સામે છે. એક તરફ, શિંદે મહારાષ્ટ્રના સીએમ છે, ત્યારે તેમની પાર્ટી લોકસભા ચૂંટણીમાં માત્ર 5 સીટો પર આગળ છે. આ સિવાય મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપ 13 સીટો પર આગળ છે. અજિત પવારની પાર્ટીનું પ્રદર્શન વધુ શરમજનક છે, અજિત પવારની પાર્ટી માત્ર એક સીટ પર આગળ ચાલી રહી છે.

NDA ની ખરાબ સ્થિતિ

જણાવી દઇએ કે, આ લોકસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીનું પ્રદર્શન ઘણું સારું દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી અત્યારે 28 સીટો પર આગળ છે. મહા વિકાસ અઘાડીના ઘટક પક્ષોની વાત કરીએ તો શિવસેના (UBT) મહત્તમ 10 બેઠકો પર આગળ છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે અને 10 સીટો પર આગળ ચાલી રહી છે. શરદ પવારની NCP એ પણ આ ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે અને તે 8 સીટો પર આગળ છે. એકંદરે મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહેલા એકનાથ શિંદે માટે આ પ્રદર્શન ખૂબ જ શરમજનક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં INDIA ગઠબંધન સતત આગળ જઇ રહ્યું છે તો બીજી તરફ NDA અહીં ઘણું પાછળ ચાલી રહ્યું છે. કુલ 48 બેઠકોમાંથી અત્યારે NDA 19 બેઠકો, INDIA ગઠબંધન 28 અને અન્ય 1 બેઠકો પર આગળ છે.

Advertisement

48 બેઠકો પર મતગણતરી થઈ રહી છે

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 સીટો છે. આ તમામ બેઠકો પર મતદાન થયું, ત્યારબાદ આજે સવારે 8 વાગ્યાથી આ મતોની ગણતરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં મહા વિકાસ અઘાડી કુલ 28 સીટો પર આગળ છે જ્યારે મહાયુતિ 19 સીટો પર આગળ ચાલી રહી છે. આ સિવાય એક બેઠક પર અન્ય ઉમેદવારો આગળ છે.

આ પણ વાંચો - Lok Sabha Election 2024 Result : રાયબરેલી અને વાયનાડ, આ બે બેઠકો પર રાહુલ ગાંધી આગળ કે પાછળ?

Advertisement

આ પણ વાંચો - UP Lok Sabha Election Result 2024: યુપીમાં ભાજપને જડબાતોડ મલી રહી હાર, ભાજપ CM Yogi નું પત્તું કાપશે

Tags :
Advertisement

.