Budget 2024: શું જૂની ટેક્સ વ્યવસ્થામાં બદલાવ આવશે? કોને મળશે કેટલી રાહત?
Budget 2024: કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ 1લી જાન્યુઆરીએ બજેટ રજુ કરવાના છે. આ બજેટને લઈને કરોડો દેશવાસીઓ ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટને લઈને રાહતની ઉમ્મીદ રાખીને બેઠા છે. કારણ કે, વિગતો એવી સામે આવી રહ્યા છે કે, સરકાર જૂની આવકવેરા સિસ્ટમમાં બદલાવ કરી કરનાવી છે. એક રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ જૂના કરવેરા નિયમ અંર્તગત નીચલા સ્તરે કેટલાક વધારાના ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે.
અત્યારે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, જૂની કર વ્યવસ્થામાં નવા ઉપાયો અંર્તગત 7 લાખ રૂપિયાની આવક સુધી કરવેરામાંથી છૂટ મળી શકે છે. એટલું જ નહીં પરંતુ ખેડૂત મહિલાઓને માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી શકે તેમ છે તેવી સુત્રો દ્વારા જાણકારી મળી આવી છે.
1લી જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે બજેટ
આ બાબતે સરકાર સાથે જોડાયેલા અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, પ્રત્યક્ષ કર પ્રણાલીમાં સુધારાની જાહેરાતો સાથેના નવા પગલાંથી સરકારના રાજકોષીય ખાધના આંકડા પર કોઈ અસર નહીં થાય.જો કે, આ બાબતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું કે વચગાળાના બજેટમાં કોઈ લોકપ્રિય જાહેરાત કરવામાં આવશે નહીં. લોકસભા ચૂંટણી બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.
#WATCH | On expectations from interim Union Budget 2024, President, IMA, Dr R V Asokan says, "Now, there are two streams in government- regular ministry and department, and another is a health mission, both rural as well as urban health mission, which is another way of funding.… pic.twitter.com/HTCOuXUksG
— ANI (@ANI) January 29, 2024
2020-21માં વૈકલ્પિક આવક વેરા વ્યવસ્થા રજૂ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 3-4 વર્ષોમાં કરદાતાઓ માટે આવક વેરા સંબંધીત કેટલાક નિયમો રજૂ કરવામાં આવેલા છે. વધુમાં જણાવીએ તો, 2020-21માં વૈકલ્પિક આવક વેરા વ્યવસ્થા રજૂ થઈ હતી. જેમાં ટેક્સના દર ખુબ ઓછા કરી દેવામાં આવ્યા હતા અને છૂટની પણ જોગવાઈ કરવામાં આવી હતી. બજેટ 2023માં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નવા ડિફોલ્ટ વિકલ્પ તરીકે નવી કર વ્યવસ્થા રજૂ કરી હતી.
આ પણ વાંચો: ભારતનું પહેલુ બજેટ ક્યારે રજુ થયું હતું? જાણો આ ખાસ વાતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ