બરાક ઓબામા પર નિર્મલા સીતા રમણનો પલટવાર, કહ્યું આપના જ કાર્યકાળ દરમ્યાન 6 મુસ્લીમ દેશો પર થયો હતો અમેરીકી બોંબમારો
બરાક ઓબામા દ્વારા ભારતના અલ્પસંખ્યકોની સુરક્ષા મુદ્દે કરાયેલા નિવેદન સામે અનેક કેન્દ્રીય મંત્રીઓએ આપત્તિ દર્શાવી છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યારે બરાક ઓબામા રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે છ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોને અમેરિકી બોંબમારાનો સામનો કરવો પડ્યો હતો
નિર્મલા સીતારમણે બરાક ઓબામાની એ વાતનો જવાબ આપતા આ વાત કહી જેમાં બરાક ઓબાએ કહ્યું હતું કે જો ભારત જાતીય અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષા નહીં કરે, તો એ વાતની પ્રબળ આશંકા છે કે એક દિવસ આવશે જ્યારે દેશ વિખેરાઇ જશે, તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડેને પીએમ મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવવો જોઇએ.. બરાક ઓબામાએ આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે હતા.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર તેમણે ભારતના મુસલાનોની સુરક્ષા મુદ્દે કરેલી ટિપ્પણીને લઇને પલટવાર કર્યો છે.. તેમણે સોમવારે કહ્યું કે ઓબામાજીએ એ ન ભૂલવું જોઇએ કે ભારત જ એકમાત્ર એવો દેશ છે, જે વિશ્વમાં રહેતા તમામ લોકોને પોતાના પરિવારના સદસ્ય માને છે.