Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anil Vij Ayodhya Comment : "કદાચ ત્યાં નાસ્તિકો જ રહે છે" અયોધ્યાના લોકોથી નારાજ અનિલ વિજ

Anil Vij Ayodhya Comment : અયોધ્યા (Ayodhya) માં ભાજપની હાર બાદ સોશિયલ મીડિયા (Social Media) માં અયોધ્યાવાસીઓ પર સતત શાબ્દિક પ્રહારો થઇ રહ્યા છે. કોઇ અહીંના લોકોને હિન્દુ વિરોધી (Anti-Hindu) ગણાવે છે તો કોઇ રાષ્ટ્ર વિરોધી કહી રહ્યું છે. હવે...
anil vij ayodhya comment    કદાચ ત્યાં નાસ્તિકો જ રહે છે  અયોધ્યાના લોકોથી નારાજ અનિલ વિજ

Anil Vij Ayodhya Comment : અયોધ્યા (Ayodhya) માં ભાજપની હાર બાદ સોશિયલ મીડિયા (Social Media) માં અયોધ્યાવાસીઓ પર સતત શાબ્દિક પ્રહારો થઇ રહ્યા છે. કોઇ અહીંના લોકોને હિન્દુ વિરોધી (Anti-Hindu) ગણાવે છે તો કોઇ રાષ્ટ્ર વિરોધી કહી રહ્યું છે. હવે આ કડીમાં હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે (Former Home Minister of Haryana Anil Vij) પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમના નિવેદનમાં અયોધ્યા (Ayodhya) ના લોકો માટે નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. અયોધ્યામાં ભાજપના ઉમેદવારની હાર પર અનિલ વિજે (Anil Vij) કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કદાચ ત્યાં નાસ્તિક લોકો રહે છે. લોકો 500 વર્ષથી શ્રી રામ મંદિરના નિર્માણની રાહ જોઈ રહ્યા હતા. શ્રી રામ મંદિર અલગ વાત છે, રાજનીતિ અલગ છે.

Advertisement

કદાચ અયોધ્યાવાસીઓ નાસ્તિક હશે : અનિલ વિજ

લોકસભાની ચૂંટણી 2024નું પરિણામ તમામ રાજનેતાઓએ વિચાર્યું હતું તેના કરતા ઘણુ અલગ જ જોવા મળ્યું છે. ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં રામ મંદિરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. ઘણા એવા પણ સ્લોગન વાયરલ થયા હતા જેમા કહેવામાં આવી રહ્યું હતું કે, 'જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેગે'. પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે કઇંક અલગ જ જોવા મળ્યું. અહીં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. ખાસ કરીને જે અયોધ્યામાં રામ મંદિર બન્યું અને ભવ્ય પ્રભુ રામની પ્રતિમા મુકવામાં આવી અને પ્રાણ પ્રતિષ્ઠા થઇ તે જ નગરીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો. હવે આ હાર બાદ ભાજપ પ્રેમી ઘણા લોકો અયોધ્યાવાસીઓને હિન્દુ વિરોધી અને તેમના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. આ કડીમાં હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે અયોધ્યાવાસીઓને નાસ્તિક ગણાવી દીધા હતા. તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે. કદાચ ત્યાં નાસ્તિક લોકો રહે છે. આ ઉપરાંત તેમણે ગઇકાલે કંગના રનૌતને થપ્પડ મારવામાં આવ્યો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કંગનાને થપ્પડ તો રાહુલના શેરબજારમાં કૌભાંડના મુદ્દે અનિલ વિજ શું બોલ્યા?

હરિયાણાના પૂર્વ ગૃહમંત્રીએ હિમાચલ પ્રદેશના નવા ચૂંટાયેલા સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા સુરક્ષાકર્મીઓ દ્વારા થપ્પડ મારવામાં આવી હોવા અંગે કહ્યું કે, આ પદ્ધતિ યોગ્ય નથી. તેની સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અનિલ વિજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા 4 જૂને શેરબજારમાં મોટા કૌભાંડના આરોપ પર અનિલ વિજે કહ્યું કે રાહુલ ગાંધી જણાવે કે કેવા પ્રકારનું કૌભાંડ થયું છે. આ શેરબજાર છે અને તે ઉપર નીચે જતું રહે છે. કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરવાના દાવા અંગે અનિલ વિજે કહ્યું કે જીત અને હારનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ અને અમે મૂલ્યાંકન કરીશું. અમારી વોટ ટકાવારીમાં વધારો થયો છે. જ્યાં પણ ઉણપ હશે ત્યાં પૂરી તાકાતથી કામ કરીશું અને જીતીશું. ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ વિધાનસભા ભંગ કરવા માટે 10 જૂને બેઠક કરશે. તેના પર વિજે કહ્યું કે તેનો નિર્ણય રાજ્યપાલે કરવાનો છે, અમારી પાસે પૂર્ણ બહુમતી છે.

Advertisement

આ પણ વાંચો - NDA ગઠબંધને રાષ્ટ્રપતિને મળીને કર્યો સરકાર રચવાનો…

આ પણ વાંચો - PM Modi Speech : સંસદીય દળની બેઠકમાં PM મોદીએ જણાવ્યું શું છે NDA નો અર્થ…?

Advertisement

Tags :
Advertisement

.