ઉત્તર પ્રદેશમાં All is not Well, દિલ્હી દરબાર પહોંચ્યા નેતાઓ
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં નબળા પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) માં આંતરિક ખળભળાટ વધુ તેજ થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી યુપી ભાજપ કાર્યકારિણીની બેઠક બાદ પાર્ટીમાં ખળભળાટ વધી ગયો છે. અહીં ભાજપના મોટા નેતાઓ વચ્ચે ચાલી રહેલી નિવેદનબાજી હવે સપાટી પર આવી ગઇ છે. બેઠકમાં પાર્ટીના નબળા પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી અને CM યોગીએ તેમાં નિખાલસ મંતવ્યો રજૂ કર્યા હતા. દરમિયાન, UPના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને અટકળો વધારી દીધી છે.
યુપી BJPમાં આંતરિક વિખવાદ
આ બધા વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મંગળવારે રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત લગભગ 1 કલાક સુધી ચાલી હતી. નડ્ડાએ ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સાથે પણ મુલાકાત કરી હતી. બેઠકોનો આ ચાલુ રાઉન્ડ દર્શાવે છે કે યુપી ભાજપમાં All is not Well અને રાજ્યની 10 બેઠકો પર પેટાચૂંટણી ક્ષિતિજ પર છે. દિલ્હીથી BJP હાઈકમાન્ડે UPના નેતાઓને બિનજરૂરી નિવેદનોથી દૂર રહેવાની સલાહ આપી છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલને લઈને ખોટો સંદેશ ન મોકલવો જોઈએ તેમ પણ કહેવામાં આવ્યું છે. હાઈકમાન્ડે સ્પષ્ટ કર્યું છે કે, બધાએ સાથે મળીને 10 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જણાવી દઈએ કે બુધવારે એટલે કે આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિવાસસ્થાને મંત્રીઓની બેઠક બોલાવી છે. સવારે 11 વાગ્યે યોજાનારી આ બેઠકમાં પેટાચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આંતરિક વિખવાદ વચ્ચે પણ ભાજપે પેટાચૂંટણીને લઈને કામગીરી શરૂ કરી દીધી છે.
ઘટનાક્રમને જોતા આ પ્રશ્નો ઉઠી રહ્યા છે
રાજ્યની તાજેતરની ઘટનાઓને જોતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે UP ભાજપમાં શું ચાલી રહ્યું છે? દિલ્હીથી લખનઉ સુધી શું છે તૈયારીઓ? કેશવ પ્રસાદ મૌર્યને દિલ્હીથી શું સલાહ મળી? પેટાચૂંટણી પહેલા યુપી ભાજપમાં કેમ હોબાળો મચ્યો છે શું યુપી ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું? આ તમામ પ્રશ્નો વચ્ચે હાઈકમાન્ડ તરફથી UPના નેતાઓને સ્પષ્ટ સંદેશો આવ્યો છે. પ્રથમ, યુપીના નેતાઓએ બિનજરૂરી નિવેદનો ન કરવા જોઈએ. બીજું, સરકાર અને સંગઠન વચ્ચેના તાલમેલને લઈને ખોટો સંદેશ ન મોકલવો જોઈએ અને ત્રીજું, બધાએ મળીને 10 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ પણ વાંચો - NITI Aayog ની નવી ટીમનું ગઠન, PM મોદી જ રહેશે અધ્યક્ષ…
આ પણ વાંચો - Haryana માં ગુંજ્યો મુસ્લિમ આરક્ષણનો મુદ્દો, અમિત શાહે કહ્યું- કર્ણાટક જેવી સ્થિતિ અહીં નહીં થવા દઈએ…