ગુજરાત બાદ હવે મુંબઈમાં નોકરી મેળવવા પહોંચી ભીડ, Video Viral
Mumbai : દેશમાં બેરોજગારોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે કોઇ જગ્યાએ નોકરી માટે વેકેન્સી (Job Vacancy) બહાર પાડવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો પહોંચી જાય છે. થોડા દિવસો પહેલા ગુજરાતમાં જોવા મળ્યું હતું હવે મુંબઈમાં પણ કઇંક આવું જ જોવા મળી રહ્યું છે. મુંબઈના કાલીનામાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ દરમિયાન ગયા મંગળવારે આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. નોકરી શોધનારાઓની ભારે ભીડ અહીં એકઠી થઈ હતી. આ પછી દોડધામ મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં હજારો લોકો ઈન્ટરવ્યુ સેન્ટર તરફ દોડતા જોવા મળે છે. કેટલાક લોકો ઝડપથી કેન્દ્ર સુધી પહોંચવા માટે વાહનો અને ઝાડ પર ચડતા પણ જોઈ શકાય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં બેરોજગારી કેટલી છે.
નોકરી માટે મુંબઈ એરપોર્ટ પર ભારે ભીડ
હિન્દીમાં એક કહેવત છે કે એક 'અનાર, સૌ બિમાર' આવું જ કઇંક મુંબઈમાં જોવા મળ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે 10 પોસ્ટ્સ પર ખાલી જગ્યા માટે 1800 થી વધુ ઉમેદવારો એક હોટલમાં પહોંચ્યા, જેના કારણે અરાજકતા સર્જાઇ હતી. જો કે, જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે વાસ્તવિકતા સાવ અલગ હતી. આ બાબતને બેરોજગારી સાથે કોઈ લેવાદેવા નહોતી, કારણ કે તે એક મોટી ખાનગી કંપનીનો વોક-ઈન ઈન્ટરવ્યુ હતો અને ભીડ અચાનક વધી ગઈ હતી. મુંબઈ એરપોર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 16 જુલાઈ મંગળવારના રોજ, મોટી સંખ્યામાં ગ્રેજ્યુએટ્સ એર ઈન્ડિયામાં વિવિધ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે મુંબઈ એરપોર્ટ પર કાલીના પહોંચ્યા હતા. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એર ઈન્ડિયાએ એક નોટિફિકેશન બહાર પાડીને આ ભરતી અંગે જાણકારી આપી હતી. આ ભરતીમાં ભાગ લેવા માટે મુંબઈની સાથે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી લોકો સવારથી બસ, ટ્રેન અને મેટ્રો દ્વારા એરપોર્ટ પર પહોંચ્યા હતા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
This is Mumbai's Kalina, where a massive crowd of job seekers emerged as the Air India Airport Services Ltd announced walk-in interviews.
The situation soon went out of control and the candidates were asked to leave their CVs and vacate the area.#Mumbai #AIAirportServices pic.twitter.com/vZoLDf40iz
— Vani Mehrotra (@vani_mehrotra) July 16, 2024
મુંબઈ કોંગ્રેસે ટ્વિટ કર્યું છે
મુંબઈ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, "માત્ર 600 પોસ્ટ માટે 25000 થી વધુ લોકોએ અરજી કરી હતી. એર ઈન્ડિયાના કર્મચારીઓ ભીડને સંભાળી શકતા નથી. ખોરાક અને પાણી વિના અરજદારોની હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષના અન્યાયકાળે દેશના યુવાનોની હાલત એટલી ખરાબ કરી દીધી છે કે નોકરીની શોધમાં રશિયા અને ઈઝરાયલના યુદ્ધ વિસ્તારોમાં પણ નોકરી મેળવવા માટે હજારો યુવાનો તૈયાર થઇ ગયા છે. નોકરીના સમાચાર સાંભળતા જ હજારો યુવા એવી રીતે જમા થઇ જાય છે કે દોડાદોડી થવાનો ભય રહે છે. નોકરી મેળવવાની ઇચ્છા ધરાવતા યુવાનોને કોઇ પકોડા તળવાની સલાહ આપે છે તો કોઇ ડિગ્રીમાં કઇ નથી રાખ્યું પંચર ઠીક કરવાની દુકાન કરવાનું કહે છે. આ રીતે ભાજપના નેતાઓ યુવાનોની મુશ્કેલીઓની મજાક ઉડાવી રહ્યા છે.
આ પણ વાંચો - ‘જ્યારે અમારા ઘર બળી રહ્યા હતા ત્યારે તમે ક્યા હતા’, મંત્રીને જોઇ ગુસ્સે ભરાયું ટોળુ
આ પણ વાંચો - IAS પૂજા ખેડકર બાદ હવે IPS અનુ બેનીવાલ પર ઉઠ્યા સવાલ