JOB : IT બોમ્બેના 85 વિદ્યાર્થીઓને એક કરોડની જોબ ઓફર કરાઈ
JOB ; ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બેનાં 85 વિદ્યાર્થીઓ (students) ને પ્લેસમેન્ટનાં પહેલા તબક્કામાં વાર્ષિક રૂ. 1 કરોડથી વધુ રકમનાં સેલેરી પેકેજ સાથેની જોબ ઓફર (JOB Offer) કરવામાં આવી છે. પહેલા તબક્કાનું પ્લેસમેન્ટ 20 ડિસેમ્બરે યોજવામાં આવ્યું હતું જેમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેક્ટરમાં સૌથી વધુ રૂ. 36.90 લાખનાં પેકેજની ઓફર કરાઈ હતી.
ત્યારે ગયા વર્ષે આ સેક્ટરમાં પગારની ઓફર રૂ. 32.25 લાખની હતી આમ ગયા વર્ષની સરખામણીમાં તેમાં 12 ટકાનો વધારો થયો હતો. જ્યારે ફાઈનાન્સ સેકટરમાં ટ્રેડિંગ ફર્મ દ્વારા કરાયેલી પગારની ઓફરમાં 22 ટકાનો ઘટાડો થયો હતો અને ગયા વર્ષનાં રૂ. 41.70 લાખની સામે આ વર્ષે રૂ. 32.40 લાખનું પેકેજ ઓફર (JOB Offer) કરાયું હતું. આઈટી અને સોફ્ટવેર તેમજ કન્સલ્ટિંગ સેક્ટરમાં પેકેજમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. IIT બોમ્બેએ જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓએ કંપનીઓની જરૂરિયાત સંતોષવા તમામ પ્રયાસો કર્યા હતા.
વિશ્વ સ્તરે ભરતી
ઈન્ટરનેશનલ કંપનીઓ દ્વારા ભરતી ધીમી રહી હતી. વિદેશી કંપનીઓએ રિક્રુટમેન્ટમાં સાવધાની વરતતી હતી. ભારતમાં ચૂંટણીનું વર્ષ હોવાથી થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિ અપનાવી હતી. પહેલા તબક્કામાં 63 વિદ્યાર્થીઓએ વિદેશી કંપનીઓની ઓફર (JOB Offer) સ્વીકારી હતી. ખાસ કરીને જાપાન, તાઈવાન, સાઉથ કોરિયા, નેધરલેન્ડ, સિંગાપુર અને હોંગકોંગની કંપનીઓએ જોબ પ્લેસમેન્ટ કર્યું હતું.
આ પણ વાંચો-JOB : 2024માં નવી નોકરીઓની સંખ્યામાં જોરદાર વધારો થશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.