Haryana : 4 યુવતીઓ અને ટોયલેટમાં છુપાવેલો કેમેરો....!
Haryana News : હિડન કેમેરા, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના યુગમાં મહિલાઓએ ખૂબ જ સાવધ અને સાવધાન રહેવું પડશે. બળાત્કાર, લૂંટ અને બળજબરી જેવા ગુનાઓ ઉપરાંત, પોતાને બદનામીથી બચાવવા માટે પણ વિચારીને પગલાં લેવા પડે છે. કારણ કે, જાહેર શૌચાલય હોય કે અન્ય કોઈ જગ્યા, આજે પણ વિકૃત માનસિકતા ધરાવતા ઘણા લોકો મહિલાઓના વીડિયો બનાવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવે છે તેના News બહાર આવતા રહે છે. તાજેતરનો કિસ્સો એક Haryana ની ઓફિસનો છે જ્યાં ચાર છોકરીઓ કામ કરતી હતી પરંતુ તેમની ઓફિસમાં કોઈ વોશરૂમ કે ટોયલેટ નહોતું. એ ઑફિસની સામે પ્રિન્ટિંગ પ્રેસ હતું, ત્યાં ટોયલેટ હતું. બોસે તેની મહિલા કર્મચારીઓને કહ્યું હતું કે સ્ટાફ પ્રિન્ટિંગ પ્રેસના ટોયલેટનો ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં, તે છોકરીઓ ત્યાં સલામત ન હોવા છતાં, મજબૂરીમાં પ્રેસના ટોઇલેટનો ઉપયોગ કરવા માટે રાજી થઈ ગઈ.
ચોંકાવનારો બનાવ હરિયાણાના પંચકુલા જિલ્લાનો
આ ચોંકાવનારો બનાવ હરિયાણાના પંચકુલા જિલ્લાનો છે, જ્યાં એક પ્રાઈવેટ ફર્મની મહિલા કર્મચારીને ખાલી બોટલમાં છુપાવેલો મોબાઈલ ફોન મળ્યો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું કહેવું છે કે આ કેમેરાનો ઉપયોગ ટોયલેટનો ઉપયોગ કરતી વખતે તેનો વીડિયો રેકોર્ડ કરવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, આરોપી એક વકીલ છે, જેણે તેના સ્ટાફને પ્રેસ ટોઇલેટનો ઉપયોગ કરવાનું કહ્યું હતું.
ટોયલેટ ક્લીનરની બોટલમાં કેમેરા
પોલીસને કરેલી ફરિયાદમાં 25 વર્ષની મહિલા કર્મચારીએ કહ્યું કે તે ટોયલેટમાં ગઈ હતી ત્યારે તેણે ટોયલેટ સીટની સામે મુકેલી ટોયલેટ ક્લીનરની ખાલી બોટલ પડેલી જોઈ. તેણે બોટલમાં એક નાનું કાણું જોયું. જ્યારે તેણે બોટલની તપાસ કરી તો તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેની અંદર એક મોબાઈલ ફોન છુપાવેલો હતો અને તેનું વીડિયો રેકોર્ડિંગ ચાલુ હતું.
બોસે ઠપકો આપ્યો અને વીડિયો ડિલીટ કર્યો
તેણે તરત જ વીડિયો બંધ કરી દીધો અને તેના પુરુષ બોસને જાણ કરી. આ અંગે પોલીસ ફરિયાદ કરવાને બદલે બોસે તેને ઠપકો આપ્યો, તેનો મોબાઈલ ફોન છીનવી લીધો અને વીડિયો ડિલીટ કરી દીધો. યુવતીના બોસે પીડિતાને તેના ફોનમાંથી ખાલી ટોયલેટ ક્લીનર બોટલની તસવીર હટાવી તેનું મોં બંધ રાખવા પણ કહ્યું હતું.
આરોપીને જૂતાથી ફટકાર્યો
પીડિતાએ ઓફિસની અન્ય ત્રણ મહિલા કર્મચારીઓ સાથે આ માહિતી શેર કરી, ત્યારબાદ તેઓએ તેમના પરિવારના સભ્યોને જાણ કરવાનું અને પિંજોર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. પીડિતાના પરિવારના સભ્યો તેની ઓફિસ પહોંચ્યા અને મહિલા કર્મચારીઓએ આરોપીને જૂતાથી ફટકાર્યો હતો જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
ગુનો નોંધાયો
ફરિયાદના આધારે પોલીસે પિંજોર પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરવા સાથે ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન કબજે કર્યો છે. હવે પોલીસ મોબાઈલ ડેટા રિકવર કરીને એ પણ જાણવાનો પ્રયાસ કરશે કે આ લોકોએ કેટલી મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે અને તેમના વીડિયો અન્ય કોઈ સાઈટ પર અપલોડ કર્યા કે કેમ.
આ પણ વાંચો----- Hathras Stampede : પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો કેવી રીતે થયા લોકોના મોત…