સુરતમાં દિવ્યાંગો માટેના શૌચાલય બન્યા શોભાના ગાંઠિયા, લટકતા તાળા દિવ્યાંગોની ઉડાવી રહ્યા છે મજાક
સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેર શૌચાલયો પાછળ બજેટમાં લાખ્ખો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ સ્થિતિ એ છે કે સુરત શહેરમાં બનાવવામાં આવેલા દિવ્યાંગ ટોયલેટ્સ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એક બાજુ લોકોને સુવિધા આપવાના દાવા તો બીજી તરફ દિવ્યાંગોના શૌચાલયો પર તાળા લટકી રહ્યા છે. દિવ્યાંગોએ ટોઇલેટ વાપરવા તેની ચાવી માટે વલખાં મારવાં પડે છેમનપા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારોમાં àª
સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેર શૌચાલયો પાછળ બજેટમાં લાખ્ખો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ સ્થિતિ એ છે કે સુરત શહેરમાં બનાવવામાં આવેલા દિવ્યાંગ ટોયલેટ્સ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એક બાજુ લોકોને સુવિધા આપવાના દાવા તો બીજી તરફ દિવ્યાંગોના શૌચાલયો પર તાળા લટકી રહ્યા છે.
દિવ્યાંગોએ ટોઇલેટ વાપરવા તેની ચાવી માટે વલખાં મારવાં પડે છે
મનપા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારોમાં આવેલા જાહેર શૌચાલયોમાં દિવ્યાંગોની સુવિધાને ધ્યાને રાખીને અલાયદા ટોયલેટ્સ બ્લોકની વ્યવસ્થા કરાઇ છે.જો કે આ ટોયલેટ્સ બ્લોક્સ પર કાયમી લટકતા ખંભાતી તાળા દિવ્યાંગો માટે અભિશાપ રૂપ સાબિત થઈ રહ્યા છે. એક બાજુ સરકાર દિવ્યાંગો માટે મોટી મોટી યોજનાઓનાં લાભની જાહેરાતો કરે છે. દિવ્યાંગો માટે સુવિધાઓની વાતો કરે છે પરંતુ એ સુવિધાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ હોય એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં હવે સુરતમાં દિવ્યાંગોએ ટોઇલેટ વાપરવા તેની ચાવી માટે વલખાં મારવાં પડે છે. પોતાના માટે બનાવેલી સુવિધા માટે જાણે ભીખ માંગવા જેવો દિવ્યાગોને અનુભવ થઇ રહ્યો છે.
ચાવી માટે આજીજી કરવી પડે તેવી સ્થિતિ કેમ ?
સ્વચ્છતા સર્વેક્ષણ યોજી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે લોભામણી સ્કીમો સન્માન ,ઈનામ આપવા સુધીની સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ તબક્કે કામગીરી હાથ ધરવામાં આવે છે.જ્યારે બીજી તરફ સુરતમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલા ટોયલેટ્સનો ઉપયોગ કરતાં પહેલા દિવ્યાંગોએ જાહેર શૌચાલયના સંચાલકો પાસે ચાવી માટે આજીજી કરવી પડે તેવી સ્થિતિને પગલે દિવ્યાંગોની હાલત દયનીય થવા પામી છે.
લાખ્ખો રૂપિયા ખર્ચીને ખાસ શૌચાલયો ઉભા કરવાનો શું ફાયદો ?
પાલિકા તંત્ર દ્વારા આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરત શહેરને પહેલો નંબર મળે તે માટે અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ શહેરમાં આવેલા પે એન્ડ યુઝ ટોયલેટ્સ બ્લોકમાં દિવ્યાંગો માટે અલાયદા બનાવવામાં આવેલા ટોયલેટ બ્લોક શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે. લાખ્ખો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલા આ ટોયલેટ બ્લોકનો ઉપયોગ કરતાં પહેલા દિવ્યાંગોએ ચાર વખત વિચાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. દિવ્યાંગોને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે શહેરભરના જાહેર શૌચાલયોમાં રેમ્પ સાથેના અલાયદા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. અલબત્ત, આ ટોયલેટ બ્લોકના દરવાજે 24 કલાક અને 365 દિવસ તાળા લટકતા હોવાને કારણે દિવ્યાંગોની હાલત કફોડી થવા પામે છે.
દિવ્યાંગોની મજબુરી સામે અટ્ટહાસ્ય કરતા તાળા
શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા દિવ્યાંગોએ નાછૂટકે પે એન્ડ યુઝનું સંચાલન કરતા ઈસમ પાસે દિવ્યાંગ ટોયલેટ માટેની ચાવી માંગવી પડે છે અને ત્યાર બાદ પુનઃ તાળુ મારીને ચાવી આ સંચાલકોને પરત કરવી પડતી હોય છે. આ સ્થિતિમાં મોટા ભાગના દિવ્યાંગો જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવાનું પણ ટાળી રહ્યા છે. દિવ્યાંગોની સુવિધાને ધ્યાને રાખીને બનાવવામાં આવેલા ટોયલેટ્સ બ્લોક બહાર લટકતા તાળા જાણે દિવ્યાંગોની મજબુરી સામે અટ્ટહાસ્ય કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.
મહાનગર પાલિકા કહે છે ચોરી ન થાય તે માટે લગાવ્યા તાળા
દિવ્યાંગ ટોલયેટ પે એન્ડ યુઝની ઈમારતની બહાર આવેલા હોવાને કારણે તેમાં ચોરીની પ્રબળ આશંકા રહેતી હોવાનું પાલિકાનું માનવું છે.જેને કારણે સંચાલકો દ્વારા આ ટોલયેટ બ્લોક્સના દરવાજા પર તાળા મારવામાં આવે છે. અલબત્ત, ચોરીને કારણે જે તાળા મારવામાં આવ્યા છે તેના કારણે દિવ્યાંગો માટે બનાવવામાં આવેલા જાહેર શૌચાલયોનો ઉદ્દેશ્ય જ પૂરો ન થતો હોવાનું પણ દેખાઇ રહ્યું છે.
શું કહ્યું આરોગ્ય સમિતિના ચેરમેને ?
આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠિયા એ જણાવ્યું હતું કે તાળા લાગ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.જેથી તેને દુર કરવા સૂચના અપાશે ,જો ખરેખર કોઈને તકલીફ પડી હશે અથવા કોઈ સંચાલકે દાદાગીરી કરી હશે,તો ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં દિવ્યાંગોને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તેનું પૂરું ધ્યાન રાખવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement