Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કનિષ્ક નારાયણની વિજયગાથા : બ્રિટિશ-ઇન્ડિયન MP અને બોલિવૂડ કનેક્શન

યુકેની ચૂંટણી (UK Election) માં બ્રિટિશ-ઈન્ડિયન MP (British-Indian MP) તરીકે જીતનાર કનિષ્ક નારાયણ (Kanishk Narayan) ની સફળતા અંગે ઘણાં લોકોને જિજ્ઞાસા છે. કનિષ્ક નારાયણ બ્રિટિશ-ઈન્ડિયન સમુદાય માટે પ્રેરણાસ્ત્રોત બનીને ઉભરી આવ્યા છે. તેમની વ્યક્તિગત અને પ્રોફેશનલ જિંદગી વિશે જાણવું ઘણું...
કનિષ્ક નારાયણની વિજયગાથા   બ્રિટિશ ઇન્ડિયન mp અને બોલિવૂડ કનેક્શન

યુકેની ચૂંટણી (UK Election) માં બ્રિટિશ-ઈન્ડિયન MP (British-Indian MP) તરીકે જીતનાર કનિષ્ક નારાયણ (Kanishk Narayan) ની સફળતા અંગે ઘણાં લોકોને જિજ્ઞાસા છે. કનિષ્ક નારાયણ બ્રિટિશ-ઈન્ડિયન સમુદાય માટે પ્રેરણાસ્ત્રોત બનીને ઉભરી આવ્યા છે. તેમની વ્યક્તિગત અને પ્રોફેશનલ જિંદગી વિશે જાણવું ઘણું રસપ્રદ છે, ખાસ કરીને બોલીવૂડની જાણીતી અભિનેત્રી સાથે તેમનું શું કનેક્શન છે. આ વિશે જાણવાની સૌ કોઇને ઇચ્છા છે. જણાવી દઇએ કે, બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આવી ગયા છે. લગભગ 650 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ છે. લેબર પાર્ટીના કીર સ્ટારર વડાપ્રધાન બનશે.

Advertisement

કનિષ્ક નારાયણ કોણ છે?

લેબર પાર્ટીના કનિષ્ક નારાયણ વેલ્સમાંથી જીત્યા છે. તેમણે અલુન કેર્ન્સને હરાવ્યા છે. નારાયણ લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિમાંથી વેલ્સમાં પ્રથમ સાંસદ બન્યા છે. નારાયણનો જન્મ બિહારના મુઝફ્ફરપુરમાં થયો હતો. પરંતુ તેમનો ઉછેર કાર્ડિફમાં થયો હતો. હવે તે બેરીમાં રહે છે. નારાયણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. અહીં તેમણે ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો. આ પછી તે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયો. જ્યાં તેણે માસ્ટર્સ બિઝનેસનો અભ્યાસ પૂર્ણ કર્યો. રાજકારણી બનતા પહેલા નારાયણ ગવર્મેન્ટ એડવાઈઝીંગ મિનિસ્ટ્રીમાં કામ કરતા હતા. અહીં તેઓ જાહેર નીતિઓ પર કામ કરતા હતા. આ સિવાય નારાયણે યુરોપ અને યુએસમાં ઘણી નોકરીઓ કરી હતી. લોકડાઉન દરમિયાન, તેણે રાષ્ટ્રીય અભિયાન ચલાવ્યું, જેમાં તેણે બ્રિટિશ સરકારને મદદ કરી. આ ઉપરાંત તેમણે ઘણા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન લેવામાં પણ મદદ કરી હતી.

બોલિવૂડ કનેક્શન

કનિષ્ક નારાયણ અભિનેત્રી શ્રેયા નારાયણના ભાઈ છે. શ્રેયા 'બરફી', 'રોકસ્ટાર' અને 'સાહબ બીવી ઔર ગેંગસ્ટર' ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી તેના નાના ભાઈને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું- આજે અમારા પરિવાર માટે સૌથી મોટો દિવસ છે. 20 વર્ષનું બલિદાન આજે સફળ થયું છે. મારા દાદા દાદી જ્યાં પણ હશે, તેઓ તેમના પૌત્ર કનિષ્ક નારાયણને તેમના સપના પૂરા કરતા જોશે. મારો ભાઈ અત્યાર સુધી યુકેનો સૌથી યુવા સાંસદ બન્યો છે. આ એક સમાચાર હતો જે અમે બધા તમારી સાથે શેર કરવા માંગીએ છીએ.

Advertisement

આ પણ વાંચો - Shivani Raja : બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં દીવના શિવાની રાજાનો ભવ્ય વિજય

આ પણ વાંચો - UK Election : Rishi Sunak એ હાર સ્વીકારી, લેબર પાર્ટી અને Keir Starmer ને વિજય અભિનંદન આપ્યા…

Advertisement

Tags :
Advertisement

.