ઋષિ સુનક અને પત્ની અક્ષતાની લવ સ્ટોરી છે ખાસ, નારાયણ મૂર્તિ હતા આ સંબંધથી નારાજ
કોફી શોપમાં થઇ પહેલી મુલાકાત અક્ષતા અને ઋષિની પહેલી મુલાકાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી. બંને ત્યાં MBAનો અભ્યાસ કરતા હતા,આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. એકવાર બંનેએ એક કોફી શોપની બહાર લાંબો સમય સાથે વિતાવ્યો હતો, જેની સાથે બંને રિલેશનશિપમાં આવી ગયા હતા.શરૂઆતમાં થોડા નારાજ હતા નારાયણ મૂર્તિ જ્યારે અક્ષતાએ પિતા નારાયણ મૂર્તિને પોતાના અને ઋષિ વિશે જણાવ્યું ત્યà
Advertisement
કોફી શોપમાં થઇ પહેલી મુલાકાત
અક્ષતા અને ઋષિની પહેલી મુલાકાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી. બંને ત્યાં MBAનો અભ્યાસ કરતા હતા,આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. એકવાર બંનેએ એક કોફી શોપની બહાર લાંબો સમય સાથે વિતાવ્યો હતો, જેની સાથે બંને રિલેશનશિપમાં આવી ગયા હતા.
શરૂઆતમાં થોડા નારાજ હતા નારાયણ મૂર્તિ
જ્યારે અક્ષતાએ પિતા નારાયણ મૂર્તિને પોતાના અને ઋષિ વિશે જણાવ્યું ત્યારે નારાયણ મૂર્તિ ખુબજ નારાજ થયા. પરંતુ ઋષિને મળ્યા પછી તેઓ ઋષિથી ખુબજ પ્રભાવિત થયા..અને આ સંબંધ માટે રાજી થઇ ગયા.
3 વર્ષ સુધી ડેટિંગ બાદ લગ્ન
3 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી અક્ષતા અને ઋષિ સુનકે 29 ઓગસ્ટ 2009ના રોજ લગ્ન કર્યા. બંનેએ લગ્ન માટે બેંગ્લોર શહેર પસંદ કર્યું હતું. લગ્નના તમામ કાર્યો જયનગર હોલમાં પૂર્ણ થયા હતા જ્યારે રિસેપ્શન લીલા પેલેસમાં કરવામાં આવ્યું હતું.કરોડોની સંપત્તિ હોવા છતાં આ લગ્ન સમારંભમાં સાદું દક્ષિણ ભારતીય ભોજન હતું. લગ્નમાં કુલ 500 લોકોએ હાજરી આપી હતી. ઋષિ અને અક્ષતાના લગ્નમાં વિપ્રોના ચેરમેનથી લઈને રાજ્યના ગવર્નર સુધીની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી. જેની તે સમયગાળામાં ખૂબ ચર્ચા થઈ હતી.
ક્વીન એલિઝાબેથ કરતાં વધુ અક્ષતાની નેટવર્થ
અક્ષતાની નેટવર્થ ક્વીન એલિઝાબેથ કરતાં વધુ છે. તમને જણાવી દઈએ કે ફેશન ડિઝાઈનર હોવા ઉપરાંત અક્ષતા પાસે ઈન્ફોસિસમાં 0.91 ટકા શેર છે. અક્ષતાની કુલ સંપત્તિ 430 મિલિયન પાઉન્ડથી વધુ છે.અક્ષતાની સાથે
ઋષિ બ્રિટનના સૌથી અમીર સંસદસભ્યોમાંથી એક
ઋષિ પણ ખૂબ જ અમીર છે. તેઓ સૌથી અમીર સંસદસભ્યોમાંથી એક છે. તમને જણાવી દઈએ કે તેમની પાસે કુલ 200 મિલિયન પાઉન્ડની સંપત્તિ છે. ઋષિ સુનક પાસે હાલમાં 5.5 મિલિયન પાઉન્ડનું પેન્ટહાઉસ છે. અહીંથી પેસિફિક મહાસાગરનો નજારો જોવા મળે છે. તે પ્રસંગોપાત રજાઓ માટે તેમના પરિવાર સાથે આ પેન્ટહાઉસની મુલાકાત લે છે. આ સિવાય તેમની પાસે એક અત્યાધુનિક જિમ,સ્વિમિંગ પૂલ અને ટેનિસ કોર્ટ પણ છે.