Lok Sabha elections: ‘મોદીની જીત તો થઈ પરંતુ...’ લોકસભા ચૂંટણીને લઈને વિદેશી મીડિયાનો મિઝાઝ
Lok Sabha elections: ભારતમાં લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. મળતી જાણકારી પ્રમાણે ભારત અને તેના સહયોગી પક્ષ એનડીએ એ 295 નો આંકડો પાર કરી નાખ્યો છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ ચૂંટણીનું કવરેજ કરી રહ્યું છે. નોંધનીય છે કે, દુનિયાના અનેક મીડિયા દ્વારા ભારતની લોકસભા ચૂંટણી અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક મીડિયા ચેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મોદીની ચૂંટણીમાં મોટી જીતની આશા ઠગારી નીવડી છે. તમને જણાવી દઇએ કે, યુકેના સ્કાયન્યૂઝે પણ આ ચૂંટણી બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું છે કે, ભાજપનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. ચૂંટણી પરિણામો પર અન્ય દેશોમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
નરેન્દ્ર મોદી વિવાદો બાદ પણ લોકપ્રિય નેતા રહ્યાઃ વિદેશા મીડિયા
આ સાથે અન્ય એક વિદેશી મીડિયાએ કહ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકસભા ધરાવતા દેશમાં બીજેપી ત્રીજી વખત સરકાર બનાવાની સપનું જોઈ રહીં હતી. એક અખબારે કહ્યું નરેન્દ્ર મોદી ઘણા વિવાદો બાદ પણ લોકપ્રિય નેતા રહ્યા છે. તો પાકિસ્તાની અખબાર ડોને આ બાબતે લખ્યું કે, વિપક્ષના વખાણ કરતા લખ્યું કે, વિપક્ષી પાર્ટીઓને ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, મહુમતીતો મોદીને જ મળી રહીં છે. આ સાથે બાંગ્લાદેશના એક અખબારે પોતાની વેબસાઇર પર લખ્યું કે, ભાજપ ગઠબંધન લગભગ 300 સીટો પર લીડ ધરાવે છે પરંતુ ઈન્ડિયા ગઠબંધને પણ સારી તાકાત બતાવી છે.
મોદીએ ચૂંટણીમાં ચોક્કસ પોતાનું વર્ચસ્વ દેખાડ્યુંઃ વિદેશી મીડિયા
નોંધનીય છે કે, આજે વિશ્વભરના મીડિયાની મીટ ભારત પર મંડરાયેલી હતી. આથી એક પાકિસ્તાની વેબસાઇટે લખ્યું કે, મોદીએ ચૂંટણીમાં ચોક્કસ પોતાનું વર્ચસ્વ દેખાડ્યું છે પરંતુ જેટલી આશા હતી તેટલી બેઠકો મળી નથી. નોંધનીય છે કે, અત્યારે 542 લોકસભા સીટો માટે ચૂંટણી બાદ મતગણતરી ચાલી રહી છે. ભારતમાં લોકસભાના પરિણામની વાત કરવામાં આવે તો એનડીએને 295 બેઠકો પર લીડ મળી છે.
ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન 400 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો
તમને જણાવી દઇએ કે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને બિહારમાં ભાજપને ભારે નુકસાન થયું છે. જોકે, દક્ષિણમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભાજપને ફાયદો થતો જણાય છે. ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન 400 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. એક્ઝિટ પોલમાં પણ એનડીએ 400ની આસપાસ હોવાનું કહેવાયું હતું. જોકે પરિણામોમાં ભાજપ અને એનડીએને એટલી મોટી જીત મળી નથી. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં મોટો ફાયદો મળી રહ્યો છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં 95 થી 100 સીટો મળવાની સંભાવના છે. જ્યારે ગત ચૂંટણીમાં પાંચ બેઠકો જીતનાર સપા 35 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ ચૂંટણીમાં તેલુગુ દેશમ પાર્ટી 16 સીટો જીતતી જોવા મળી રહી છે.