સાવધાન! MOUTHWASH વધારી શકે છે કેન્સરનું જોખમ, વાંચો અહેવાલ
વૈજ્ઞાનિકોએ હવે એક સંશોધનના આધારે નવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.આ ચોંકાવનારો ખુલાસો જાણીને તમે પણ હચમચી જશો.વૈજ્ઞાનિકો દ્વારા હવે નવો ખુલાસો કરવામાં આવ્યો છે જેના અનુસાર મોંમાંથી ગંદકી દૂર કરનાર માઉથવોશ કેન્સરનું જોખમ વધારે છે. રોજિંદા જીવનમાં ઘણા લોકો પોતાની ઓરલ હેલ્થ માટે MOUTHWASH નો ઉપયોગ કરતા હોય છે.પરંતુ આ MOUTHWASH તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકશાનકારક થઈ શકે છે તેનો કોઈને અંદાજો પણ નહીં હોય. વૈજ્ઞાનિકોએ લોકોને શક્ય હોય ત્યાં સુધી માઉથવોશનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી હતી. બેલ્જિયમમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેડિસિનના વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયાની બે પ્રજાતિઓ શોધી કાઢી છે જે કેન્સરનું જોખમ અનેકગણું વધારી દે છે. ત્રણ મહિના સુધી માઉથવોશનો ઉપયોગ કરવાથી આ બેક્ટેરિયાના વિકાસનું જોખમ વધી જાય છે.વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધનના આધારે લિસ્ટેરીન કૂલ મિન્ટ માઉથવોશનો દૈનિક ઉપયોગ અન્નનળીના કેન્સર અને કોલોરેક્ટલ કેન્સરનું જોખમ વધારે છે.
MOUTHWASH વધારશે કેન્સરનું જોખમ
Daily mouthwash use could increase risk of cancer by increasing harmful bacteria in the mouth, according to a new research. pic.twitter.com/R23GQQhXXv
— BoreCure (@CureBore) June 17, 2024
મળતી માહતી અનુસાર વૈજ્ઞાનિકોએ બે નવા બેક્ટેરિયા શોધી કાઢ્યા છે જે કેન્સરનું જોખમ અનેકગણું વધારી દે છે.આ બે બેક્ટેરિયા ફ્યુસોબેક્ટેરિયમ ન્યુક્લિએટમ અને સ્ટ્રેપ્ટોકોકસ એન્જીનોસસ છે.જો કોઈ પણ વ્યક્તિ રોજિંદા જીવનમાં આ MOUTHWASH નો ઉપયોગ કરે છે તો તેના મોંમાં આ બેક્ટેરિયાની માત્રા વધવા લાગે છે.માટે હવે આ વાત સાબિત થાય છે કે, જો કોઈ પણ વ્યક્તિ દૈનિક રીતે MOUTHWASH નો ઉપયોગ કરે છે તો તેના માટે કેન્સરનું જોખમ વધી જાય છે.
કેવી રીતે કરાયો MOUTHWASH નો અભ્યાસ
વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના અનુસાર 59 લોકોને ત્રણ મહિના માટે દરરોજ લિસ્ટરીનથી મોં કોગળા કરવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક લોકોને તે જ રીતે દરરોજ પ્લેસિબોથી મોં કોગળા કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્લેસિબો માઉથવોશ મૂળના જ કન્ટેનરમાં આવે છે પરંતુ તેમાં તે વસ્તુ હોતી નથી.આનાથી ન તો નુકસાન થાય છે કે ન તો ફાયદો પરંતુ તે લેનાર વ્યક્તિને જાણ કરવામાં આવતી નથી. આ પ્રયોગનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, આ બેક્ટેરિયા મોંમાં વધે છે ત્યારે પણ જ્યારે લિસ્ટરીન જેવા અન્ય આલ્કોહોલ આધારિત માઉથવોશનો ઉપયોગ કરવામાં આવે છે.જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સંશોધન દાવામાં ઘણી બધી બાબતો ખૂટે છે, જેના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાતું નથી.પરંતુ આપણે તો પણ આપણે સાવધાની રાખીને MOUTHWASH નો ઉપયોગ બને એમ ઓછો કરવો જોઈએ.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિની પુત્રીએ Girlfriend ને Kiss કરી સમલૈંગિક સંબંધ માટે કરી માંગ, જુઓ તસવીરો