Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2022ના સમગ્ર વર્ષમાં દેશભરમાં અકસ્માતમાં થયા આટલા મોત, જાણો શું છે ગુજરાતનો આંકડો

દેશમાં રોડ અકસ્માતથી થતા મૃત્યુનો આંક વધ્યો છે... દેશમાં એક વર્ષમાં રોડ અકસ્માતમાં 1.68 લાખ લોકો મોતને ભેટ્યા છે. ..વર્ષ 2022માં થયેલા અકસ્માત અને આ અકસ્માતમાં થયેલા મોતના આંકડા ચોંકાવનારા છે.. વર્ષ 2022ના સમગ્ર વર્ષમાં 4.61 લાખ રોડ અકસ્માત થયા...
2022ના સમગ્ર વર્ષમાં દેશભરમાં અકસ્માતમાં થયા આટલા મોત  જાણો શું છે ગુજરાતનો આંકડો
Advertisement

દેશમાં રોડ અકસ્માતથી થતા મૃત્યુનો આંક વધ્યો છે... દેશમાં એક વર્ષમાં રોડ અકસ્માતમાં 1.68 લાખ લોકો મોતને ભેટ્યા છે. ..વર્ષ 2022માં થયેલા અકસ્માત અને આ અકસ્માતમાં થયેલા મોતના આંકડા ચોંકાવનારા છે.. વર્ષ 2022ના સમગ્ર વર્ષમાં 4.61 લાખ રોડ અકસ્માત થયા હતા.. જેમાં કુલ 1.68 લાખ લોકો મોતને ભેટ્યા

Advertisement

આ અકસ્માતોનું ઝીણવટપૂર્વક વિવરણ કરીએ તો હેલમેટ ન પહેરવાના કરણે 50 હજાર લોકોએ જીવ ગુમાવ્યો, સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 16715 લોકો મોતને ભેટ્યા. માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.. જેમાં સામે આવ્યું છે કે 2022માં થયેલા કુલ અકસ્માતોમાં 4.43 લાખ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

Advertisement

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં વર્ષ 2022માં 15, 751 જેટલી અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં 7, 618 લોકો મોતને ભેટ્યા હતા. માર્ગ અકસ્માતમાં મૃત્યુમાં ગુજરાત 9મા ક્રમાંકે છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વર્ષ 2022ના સમગ્ર વર્ષમાં 1711 અકસ્માત થયા હતા ,જેમાં 488 લોકો મોતને ભેટ્યા હતા.

દેશભરમાં નેશનલ હાઇવે પર થયેલા અક્સ્માતોની વાત કરીએ તો આવા અકસ્માતોમાં તમિલનાડુ, કેરલ અને ઉત્તરપ્રદેશ અનુક્રમે ટોપ 1 થી 3માં આવે છે. તમિલનાડુમાં નેશનલ હાઇવે પર 2022ના વર્ષમાં થયેલા અકસ્માતોની સંખ્યા 18,972, કેરલ 17,627 અને ઉત્તરપ્રદેશ 14,990 હતી..

Tags :
Advertisement

Trending News

.

×