Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dubai માં બેસેલા બુકીઓને કેમ ભારતીય સિમ કાર્ડ જ જોઈએ છે ?

Dubai : IPL અને પોલીસનો નાતો કંઈક અલગ રહ્યો છે. સામાન્ય દિવસોમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોય છે, પરંતુ IPL માં સટ્ટો રમનારાની સંખ્યા અને દાવ પર લાગતી રકમ અનેકગણી વધી જાય છે. આણંદ પોલીસની SOG ટીમે એક નવા...
dubai માં બેસેલા બુકીઓને કેમ ભારતીય સિમ કાર્ડ જ જોઈએ છે
Advertisement

Dubai : IPL અને પોલીસનો નાતો કંઈક અલગ રહ્યો છે. સામાન્ય દિવસોમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોય છે, પરંતુ IPL માં સટ્ટો રમનારાની સંખ્યા અને દાવ પર લાગતી રકમ અનેકગણી વધી જાય છે. આણંદ પોલીસની SOG ટીમે એક નવા રેકેટ (New Racket) નો પર્દાફાશ કર્યો છે. દુબઈ (Dubai) ખાતે બેસેલા બુકીઓ અને તેમની ટીમ માટે એકઠાં કરાયેલા 145 સિમ કાર્ડ (SIM Card) પોલીસે કબજે લીધાં છે. પોલીસે જપ્ત કરેલા Airtel કંપનીના એક્ટિવેટેડ 145 સિમ કાર્ડ Dubai પહોંચે તે અગાઉ જ પોલીસને હાથ લાગી ગયાં છે. Dubai માં બેસેલા બુકીઓ પાસે ભારતીય સિમ કાર્ડસ (Indian SIM Cards) કેવી રીતે પહોંચે છે તેની વિગતવાર માહિતી વાંચો...

સીમ કાર્ડ રેકેટમાં સંડોવાયેલા 3 શખ્સો ઝડપાયા

એક્ટિવેટેડ સિમ કાર્ડનો જથ્થો Dubai ખાતે પહોંચાડવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી આણંદ જિલ્લા પોલીસ (Anand Police) ને મળી હતી. જે માહિતીના આધારે આણંદ એસઓજી (Anand SOG) અને આણંદ એલસીબી (Anand LCB) ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. કરમસદ ખાતે રહેતા ચિરાગ સોલંકીના ઘરે પોલીસે છાપો માર્યો ત્યારે તલાશી દરમિયાન એક જ કંપનીના 145 એક્ટિવેટેડ સિમ કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત HDFC, IDFC First, Niyo Global અને SBM Bank ના 14 Debit Card - Credit Card મળી આવ્યા હતા. ચિરાગે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, પ્રત્યકે સિમ કાર્ડ દીઠ રૂપિયા 1,250 લેખે તમામ સિમ કાર્ડ નાપાડ ગામના સમર રાઠોડ અને જૈનુલઆબેદ્દીન રાઠોડ પાસેથી ખરીદ્યા છે. આ તમામ સિમ કાર્ડ કરમસદના રહેવાસી અને હાલ Dubai સ્થિત જૈમિન ઠાકોરને એક કાર્ડ દીઠ 250 રૂપિયાનો નફો લઈને પહોંચાડવાના છે. Dubai ખાતે સિમ કાર્ડ પહોંચાડનાર શખ્સને આવવા-જવા તેમજ રહેવાનો ખર્ચ પણ પૂરો પાડવામાં આવે છે. આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશન (Vidyanagar Police Station) ખાતે આરોપીઓ સામે ગુનો નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ આરંભી છે.

Advertisement

સિમ કાર્ડ કેવી રીતે એકઠાં કરાય છે ?

Dubai ખાતે સટ્ટોડીયાઓ (Speculators) ની માગને પહોંચી વળવા માટે સ્થાનિક કક્ષાએ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની (Mobile Service Provider Company) ના ડીસ્ટ્રીબ્યુટર અથવા એજન્ટનો સંપર્ક કરી સિમ કાર્ડ એકઠાં કરવામાં આવે છે. યેનકેન પ્રકારે મેળવાયેલા આધાર કાર્ડ (Aadhar Card) ઈલેકશન કાર્ડ (Election Card) ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) ઓળખપત્રો થકી સિમ કાર્ડ ઇસ્યુ કરાવવામાં આવે છે. Gujarat માં એક્ટિવેટેડ સિમ કાર્ડ રેકેટ (SIM Card Racket) વર્ષોથી ચાલી રહ્યું છે.

Advertisement

સીમ કાર્ડનો જથ્થો Dubai કેવી રીતે પહોંચતો ?

એક્ટિવેટેડ સિમ કાર્ડ (Activated SIM Card) નો એક નિયત જથ્થો મેળવ્યા બાદ તેને Dubai ખાતે પહોંચાડવામાં આવે છે. Gujarat First સાથેની વાતચીતમાં આણંદ એસઓજી પીઆઈ જીગર આર. પટેલે (PI J R Patel) જણાવ્યું કે, ચિરાગ સોલંકી અગાઉ પણ દુબઈ ખાતે સિમ કાર્ડનો જથ્થો મોકલી ચૂક્યો હોવાની આશંકા છે અને તેની તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, સિમ કાર્ડનો મોટો જથ્થો વિદેશ લઈ જતા એરપોર્ટ ખાતે શખ્સ પકડાય તો કાયદાની ચૂંગાલમાં ફસાઈ શકે છે. જેથી એરપોર્ટ સિક્યુરિટી (Airport Security) ની આંખમાં ધૂળ નાંખવા માટે સિમ કાર્ડનો જથ્થો કાર્બન પેપર (Carbon Paper) અથવા ફોઈલ પેપર (Foil Paper) માં છુપાવીને લઈ જવામાં આવે છે.

બુકીઓ કેમ વાપરે છે ભારતીય સીમ કાર્ડ ?

Dubai માં વૉટસએપ કોલિંગ (Whatsapp Calling) પર પ્રતિબંધ છે. ગુજરાત સહિત દેશભરના મોટાભાગના બુકીઓએ (Bookies) દુબઈને પોતાનો અડ્ડો બનાવી દીધો છે. IPL આવતાંની સાથે જ સટ્ટા બજારમાં ભારે તેજી આવે છે. ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) નો પ્રચાર - પ્રસાર કરવા માટે Whatsapp નો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના મોબાઈલ નંબર પરથી આસાનીથી વૉટ્સએપ કોલ લાગી શકે છે અને તેથી વિશેષ થોડાક સમય માટે ઉપયોગ કર્યા બાદ જે-તે સિમ કાર્ડનો બુકીઓ નાશ કરી દે છે. અત્રે નોંધનીય છે કે, Dubai માં સટ્ટો રમાડવો કે તેનો પ્રચાર-પ્રસાર કરવો તે ગેર કાનૂની છે. જેથી બુકીઓ સ્થાનિક મોબાઈલ નંબર વાપરવાનું ટાળે છે.

આ પણ વાંચો - ECI : 12 IPS સહિતના 14 અધિકારીઓને નવરાધૂપ, કેટલાંક નાખુશ

આ પણ વાંચો - સોનાના કપડા પહેરી દુબઇથી અમદાવાદ પહોંચ્યું દંપતી..વાંચો સમગ્ર મામલો..!

Tags :
Advertisement

Trending News

.

×