Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Whatsapp કોલીંગ હવે ફ્રી નહીં થાય? જાણો સરકાર શું કરવા માગે છે

કેન્દ્ર સરકાર (Central Government) ટૂંક સમયમાં જ WhatsApp, Facebook, Google Duo અને Telegram જેવી કોલિંગ અને મેસેજિંગ એપને ટેલિકોમ કાયદા (Telecom Bill)ના દાયરામાં લાવવાની તૈયારી કરી રહી છે. આ અંગે સરકાર દ્વારા ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ ઓવર ધ ટોપ (OTT) એટલે કે ઇન્ટરનેટની મદદથી કામ કરતી આવી સેવાઓ ટેલિકોમ કાયદાના દાયરામાં આવશે. ટેલિકોમ બિલમાં પ્રસ્તાવરિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશàª
whatsapp કોલીંગ હવે ફ્રી નહીં થાય  જાણો સરકાર શું કરવા માગે છે
કેન્દ્ર સરકાર (Central Government) ટૂંક સમયમાં જ WhatsApp, Facebook, Google Duo અને Telegram જેવી કોલિંગ અને મેસેજિંગ એપને ટેલિકોમ કાયદા (Telecom Bill)ના દાયરામાં લાવવાની તૈયારી કરી રહી છે. આ અંગે સરકાર દ્વારા ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ ઓવર ધ ટોપ (OTT) એટલે કે ઇન્ટરનેટની મદદથી કામ કરતી આવી સેવાઓ ટેલિકોમ કાયદાના દાયરામાં આવશે. 
ટેલિકોમ બિલમાં પ્રસ્તાવ
રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન બિલ 2022માં આવા ઘણા પ્રસ્તાવ રજૂ કર્યા છે. આ ઈન્ટરનેટ આધારિત કોલિંગ અને મેસેજિંગ સેવાઓ ટેલિકોમ કાયદાના દાયરામાં આવ્યા બાદ આ સેવાઓનો ઉપયોગ કરતા મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશકર્તાઓ પર તેની સીધી અસર પડશે.

આ બિલમાં શું થશે
ડ્રાફ્ટ બિલ અનુસાર, OTT સેવાઓને પણ હવે ટેલિકોમ સેવાઓનો એક ભાગ ગણવામાં આવશે. આ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ હવે આ સેવાઓ માટે લાઇસન્સ મેળવવું પડશે. જેની સીધી અસર મોબાઈલ યુઝર્સના ખિસ્સા પર પડશે. ડ્રાફ્ટ બિલ અનુસાર, આ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ લાયસન્સ માટે ફી જમા કરાવવી પડશે. જો કંપની આ લાઇસન્સ સરેન્ડર કરશે તો તેમને ફી પરત કરવામાં આવશે.
શું કહ્યું મંત્રી અશ્વિની વૈષ્ણવે
ડ્રાફ્ટ બિલ અંગે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે, નવા ટેલિકોમ બિલ સાથે ઈન્ડસ્ટ્રીનું રિસ્ટ્રક્ચરિંગ અને નવી ટેક્નોલોજી અપનાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.  સરકારે 20 ઓક્ટોબર સુધી આ ડ્રાફ્ટ પર ઉદ્યોગ અને લોકો પાસેથી સૂચનો માંગ્યા છે.
ટેલિકોમ્યુનિકેશન બિલ 2022 લાવવાનો ઉદ્દેશ
ભવિષ્યમાં કાયદાકીય માળખાને મજબૂત બનાવવું તથા નવા ટેલિકોમ એક્ટ અનુસાર ટેલિકોમ સેક્ટરમાં ઉપયોગમાં લેવાતા નામો અને તેમની વ્યાખ્યાઓને ફરીથી તૈયાર કરવી. સ્પેક્ટ્રમ મેનેજમેન્ટ માટે કાયદાકીય માળખાને મજબૂત બનાવવું અને સાયબર સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય જોખમોનો સામનો કરવાની તૈયારી કરવી સહિતના સરકારના ઉદ્દેશ્ય છે. ઉપરાંત ટેલિકોમ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ પર દંડ વસૂલવાની પ્રક્રિયાને તર્કસંગત બનાવવી પણ સરકારનો ઉદ્દેશ્ય છે. 

ટેલિકોમ બિલના કાર્યક્ષેત્રમાં શું આવશે
નવા ટેલિકોમ્યુનિકેશન બિલ 2022ના ડ્રાફ્ટ અનુસાર, ફેસબુક, વોટ્સએપ, ગૂગલ ડ્યૂઓ, ગૂગલ મીટ, ટેલિગ્રામ અને ઝૂમ જેવી સેવાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે. તેમજ બ્રોડકાસ્ટિંગ સેવાઓ, ઈમેઈલ, વોઈસ, વિડીયો અને ડેટા કોમ્યુનિકેશન સેવાઓ, વોઈસ મેઈલ, ફિક્સ અને મોબાઈલ સેવાઓ, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ, ઓડિયોટેક્સ સેવાઓ, વિડીયોટેક્સ સેવાઓ, ઉપગ્રહ આધારિત સંચાર સેવાઓ, વોકી-ટોકી, મશીન ટુ મશીન સેવાઓ, ઈન્ટરનેટ પર આધારિત સંચાર સેવાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે.
 
વોટ્સએપની ફ્રી કોલિંગ સર્વિસ ખતમ થઈ જશે?
જો કે, આપણે ઈન્ટરનેટ દ્વારા કોઈપણ એપમાંથી વિડિયો કે ઓડિયો કોલિંગ કરવા માટે ડેટા ખર્ચ તરીકે ચાર્જ કરીએ છીએ. પરંતુ શક્ય છે કે આ બિલ આવ્યા બાદ વોટ્સએપ અથવા કોલિંગ સર્વિસ આપતી અન્ય કંપની તેના માટે વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કરી દે. અથવા તમારે કેટલીક સેવાઓ માટે સભ્યપદ લેવું પડશે. કારણ કે કંપનીઓ ગ્રાહકો પાસેથી જ લાઇસન્સ ખરીદવા પાછળ ખર્ચેલા નાણાંની વસૂલાત કરશે.
Advertisement
Tags :
Advertisement

.