Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત, મહિલા શિક્ષિકાને લીધા હડફેટે, Video

હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં રોજબરોજ રખડતી ગાયો અને આખલા ગમે ત્યારે વાહન ચાલક અથવા રાહદારીને નિશાન બનાવી હડફેટે લઈ તેમના શરીરના હાડકા વેરવિખેર કરી નાખતા હોવાની ઘટનાઓ ભુતકાળમાં બની છે. ત્યારે બુધવારે બેરણા રોડ પર આવેલ શુભ ટેર્નામેન્ટમાંથી એકટીવા લઈને નિકળેલા...
હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત  મહિલા શિક્ષિકાને લીધા હડફેટે  video

હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં રોજબરોજ રખડતી ગાયો અને આખલા ગમે ત્યારે વાહન ચાલક અથવા રાહદારીને નિશાન બનાવી હડફેટે લઈ તેમના શરીરના હાડકા વેરવિખેર કરી નાખતા હોવાની ઘટનાઓ ભુતકાળમાં બની છે. ત્યારે બુધવારે બેરણા રોડ પર આવેલ શુભ ટેર્નામેન્ટમાંથી એકટીવા લઈને નિકળેલા એક મહિલા શિક્ષિકાને હડફેટે લઈ ઈજા પહોંચાડતા મહિલાને સારવાર લેવા ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી હતી.

Advertisement

આ અંગેની વિગત એવી છે કે બુધવારે સવારે ૭.૪પ વાગ્યાના સુમારે શુભ ટેર્નામેન્ટમાં રહેતા મહિલા શિક્ષિકા અમિતાબેન રાવલ કામ અર્થે એકટીવા લઈને નિકળ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં રખડતા એક આખલાએ આવીને જાણે કે એકટીવાને શિકાર બનાવ્યો હોય તેમ હડફેટે લેતાં મહિલા શિક્ષિકા ધડાકા સાથે જમીન પર પટકાયા હતા. ત્યારબાદ તેણીને સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

ઉલ્લેખનીય છે કે બેરણા રોડ પર છેલ્લા ગણા સમયથી કેટલાક પશુ પ્રેમીઓ રખડતા પશુઓને ઘાસ ખવડાવવા માટે રોજબરોજ રોડ પર અથવા તો આજુબાજુ લીલુઘાસ લાવીને ખવડાવતા હોવાથી મોટાભાગે રખડાતા પશુઓ આ વિસ્તારમાં અતિક્રમણ કરતા હોય તેમ અડીંગો જમાવીને બેસી રહે છે અથવા તો સોસાયટીની ગલીઓમાં રખડે છે. જેથી જિલ્લા કલેકટરે જાહેરમાં પશુઓને ખવડાવવા માટે પશુ પ્રેમીઓ દ્વારા નાખવામાં આવતા ઘાસ માટે અન્ય વ્યવસ્થા કરવી રહી.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - રાજુ સોલંકીની જયરાજસિંહ અને ગણેશ ગોંડલને ચેલેન્જ, કહ્યું- એક અઠવાડિયું તેઓ બજારમાં…

Advertisement

Tags :
Advertisement

.