Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah: આજે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ, અધિકારીઓ સાથે કરશે ટૂંકી બેઠક

Amit Shah: રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈને અત્યારે રાજ્યભરમાં તપાસો ચાલી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે તંત્ર સફાળું જાગ્યું છે. એસઆઈટીની રચના પણ કરી દેવામાં આવી છે. જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહીં છે. આ...
amit shah  આજે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ  અધિકારીઓ સાથે કરશે ટૂંકી બેઠક

Amit Shah: રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈને અત્યારે રાજ્યભરમાં તપાસો ચાલી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે તંત્ર સફાળું જાગ્યું છે. એસઆઈટીની રચના પણ કરી દેવામાં આવી છે. જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહીં છે. આ દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે રાજકોટમાં આવવાના છે. મળતી જાણકારી પ્રમાણે તેઓ સોમનાથના દર્શને આવી રહ્યા છે. પરંતુ સોમનાથ મહાદેવના દર્શને જતા પહેલા રાજકોટમાં ટૂંકું રોકાણ કરવાના છે. વિગતો પ્રમાણે રાજકોટ હિરાસર એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરવાના છે.

Advertisement

અધિકારી અને પદાધિકારી સાથે અગ્નિકાંડ મામલે ચર્ચા કરશે

નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) રાજકોટ એરપોર્ટ પર અધિકારી અને પદાધિકારી સાથે આ અગ્નિકાંડ મામલે ચર્ચા કરવાના છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડને લઇને વિગતો મળવશે. આ સાથે સાથે રાજકોટ અગ્નિકાંડમાં થયેલ કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, અગ્નિકાંડ બાદ રાજકોટમાં અત્યારે લોકોમાં શોકની લાગણી છે, અને ઘટનાના આરોપીઓ સામે કાર્યવાહી થશે તેવી રાહ જોઈને બેઠા છે, ત્યારે અમિત શાહ આ ઘટનાને લઈને તમામ પ્રકારની વિગતોની ચર્ચા કરશે.

3 વાગ્યાની આસપાસ હિરાસર એરપોર્ટ પર થશે આગમન

તમને જણાવી દઇએ કે, આજે બપોરે 3 વાગ્યાની આસપાસ અમિત શાહનુમ હિરાસર એરપોર્ટ પર આગમન થશે. અહી થોડો સમય રોકાયા બાદ તેઓ સોમનાથ નિકળી જશે. પરંતુ રાજકોટ આવી તેઓ (Amit Shah) આ મામલે ચર્ચા કરશે તે ખુબ જ સારી બાબત છે. નોંધનીય છે કે, રાજકોટ દુર્ઘટનામાં અત્યારે સુધીમાં 27 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમના પરિવારજનોમાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ પણ અત્યારે આરોપીઓને સજા થાય તેની રાહ જોઈને બેઠા છે. જો કે, અગ્નિકાંડ મામલે અત્યારે સઘન તપાસ પણ ચાલી રહીં છે. એટલું જ નહીં પરંતુ 4 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Gir Somnath : સુત્રાપાડામાં યુવાનની કસ્ટોડિયલ ડેથ મામલે 6 પોલીસકર્મીઓ સામે મોટી કાર્યવાહી

આ પણ વાંચો: Rajkot GameZone Tragedy : ધરપકડ બાદ 4 અધિકારીઓ સામે ACB પણ એક્શનમાં, મોડી સાંજે સર્ચ ઓપરેશન!

આ પણ વાંચો: Surat International Airport: નવા એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પહેલીવાર મુસાફરોમાં ઘટાડો, કારણ ચોંકવાનારા!

Tags :
Advertisement

.