The Kerala Story થી કર્ણાટક ચૂંટણીની વૈતરણી પાર કરવાની તૈયારી ?
વિવાદોથી ઘેરાયેલી ધ કેરાલા સ્ટોરી 5 મેના રોજ રિલિઝ થઈ હતી. ફિલ્મમાં કેરળમાં હિંદુ યુવતીઓના કથિત ધર્માંતરણ અને ઈસ્લામની કટ્ટરતાની આજુબાજુની વાર્તા છે. ફિલ્મ સિનેમા ગૃહોમાં રિલિઝ થઈ ચુકી છે અને સારું કલેક્શન પણ કરી રહી છે ત્યારે ડીસામાં આ ફિલ્મને દિકરીને વિના મુલ્યે બતાવવાનો નિર્ણય કરાયો છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં પણ આ ફિલ્મએ એન્ટ્રી લઈ લીધી છે. કોંગ્રેસ તથા અન્ય પક્ષ આ ફિલ્મને પ્રોપેગેંડા ગણાવી રહી છે તો ભાજપ તેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. વિવાદથી ઘેરાયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બંમ્પર કલેક્શન કરી રહી છે.
સોશિયલ મીડિયામાં એક પોસ્ટર સામે આવ્યું છે જેમાં ડિસા તથા તેની આજુબાજના વિસ્તારની બહેનો-દિકરીઓને આ ફિલ્મ વિના મુલ્યે બતાવવાનું કહેવામાં આવ્યું છે.
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, જય ભારત સાથે જણાવવાનું કે, ડીસા તથા આજુબાજુની જાહેર જનતાને જણાવવાનું કે, હાલમાં "The Kerala Story" ફિલ્મ રિલિઝ થઈ છે. જે આપણી બહેન-દિકરીઓને અચુક જોવી જોઈએ. જેનું એક અભિયાન ચલાવવામાં આવ્યું છે તો આજુબાજુની દરેક બહેન-દિકરીને વિનામુલ્યે જોવા મળશે. જેમની ઉંમર 12 વર્ષથી લઈ કુંવારી દિકરીઓ માટે છે. જે દિકરીને ફિલ્મ જોવી હોય તે પોતાના વાલી જોડેથી નીચેના નંબર પર રજિસ્ટ્રેશન કરાવવું. ડીસા રાજમંદિર થિયેટરની બહારથી ટિકિટ મળશે. શોનો સમય તા. 12/05ને શુક્રવારે 3 થી 6નો રહેશે.
આ અંગે ગુજરાત ફર્સ્ટે આ શોનું આયોજન કરનારા આયોજકનો સંપર્ક કરતા આયોજક કૃનાલભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મ જોઈ અને ફિલ્મ ગમી અને આ ફિલ્મ દરેક દિકરીએ જોવી જોઈએ તેથી અમે મિત્રોએ ડિસા અને તેની આજુબાજુના વિસ્તારની દિકરીઓને બતાવવાનું નક્કી કર્યું. અમારા ગૃપના 25 સભ્યો ટિકિટનો બધો જ ખર્ચો ઉઠાવશે. હાલ થિયેટરની કેપેસીટી છે તેનાથી વધારે રજિસ્ટ્રેશન થયું તો બીજા શોનું પણ આયોજન કરીશું. વાલીઓ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વાલીઓ દિકરીઓને મુકી જશે અને પરત લઈ જશે. અમે કોઈ રાજકિય સંગઠન સાથે જોડાયેલા નથી કે કોઈ રાજકિય સ્વાર્થ નથી ફિલ્મ જોયા બાદ અમને મિત્રોને લાગ્યું તેથી અમે નમ્ર ભાવે આ આયોજન કર્યું છે.
આ પણ વાંચો : ‘ધ કેરલા સ્ટોરી’ની બીજા દિવસે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી, આટલુ કર્યુ કલેક્શન