Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : VNSGU આવી એક્શનમાં, વિદ્યાર્થી હિત માટે લેવાયો આ મોટો નિર્ણય

અહેવાલ - રાબીયા સાલેહ, સુરત   વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં આવી છે. VNSGU દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. MBBSના વિદ્યાર્થીઓ માટે VNSGU દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. નવી પેટર્નને આધારે OMR શીટ થકી MCQ લેવા...
surat   vnsgu આવી એક્શનમાં  વિદ્યાર્થી હિત માટે લેવાયો આ મોટો નિર્ણય

અહેવાલ - રાબીયા સાલેહ, સુરત  

Advertisement

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં આવી છે. VNSGU દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. MBBSના વિદ્યાર્થીઓ માટે VNSGU દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. નવી પેટર્નને આધારે OMR શીટ થકી MCQ લેવા નિર્ણય લેવાયો છે. ઝડપી અને સચોટ મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓ સહિત સેન્ટ સભ્યની લાંબા સમય થી કુલપતિ પાસે માંગ કરી હતી. જે બાદ નર્મદ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી નિર્ણય કરાયો છે. મેડિકલ વિદ્યાશાખાના સેનેટ સભ્યની રજૂઆતને પગલે યુનિવર્સિટી કામે લાગી છે.

જો કે હાલમાં બે પાનાની પુરવણી OMR સેક્શન માટે અપાતી હોય છે, જેથી હવે નવી ઓએમઆર શીટ એક જ પાનાની કરવામાં આવી છે. આ અંગે કુલપતિ કિશોર સિંહ ચાવડાનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે યુનિવર્સિટી સજજ છે. જેથી ઝડપી અને સચોટ મૂલ્યાંકન આવે તે માટે નર્મદ યુનિવર્સિટી એ ચર્ચા વિચાર કરી નિર્ણય કર્યો છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા એનસીસી અને પીટીના વિષયોનો વિકલ્પ નક્કી કરાયો છે. વેલ્યુ એડેડ કોર્સ, વીએસી અંતર્ગત એનએસએસ, એનસીસી અને પીટીના વિષયોનો વિકલ્પ આપવાનો નિર્ણય કરાયો છે.

Advertisement

એટલું જ નહિ આ તમામ કામગીરી માટે એનએસએસ, એનસીસી અને પીટીના અભ્યાસક્રમ બનાવવા સ્પેશ્યલ સાત સભ્યોની સમિતિની રચના કરાઈ છે. વધુમાં કુલપતિ એ જણાવ્યું હતું કે એકેડેમિક કાઉન્સિલમાં વિદ્યાર્થીઓના હિતમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એસઓપી તથા યુનિવર્સિટીના ઓર્ડિનન્સ-૧૮૮ મુજબ વેલ્યુએડેડ કોર્સ હેઠળ વિષય તૈયાર કરવામાં આવે છે. તેમજ એનએસએસ, એનસીસી અને પીટીના અભ્યાસક્રમ બનાવવા અધિકારીઓ કામે લાગ્યા છે. જો કે બન્ને વિષયો ક્રેડિટના રહેશે.

સમિતિની રચનાની વાત કરીએ તો સમિતિમાં ડો. દિલીપ વરસાણી, ડો. હિતેન્દ્ર ખરવાસિયા, ડો. રાજેશ રાણા, ડો. રૂસ્તમ સદરી, ડો. મીનેષ નિઝામા, ડો. ભાવેશ દેવતા અને ડો. પુનિતા પટેલની સાત સભ્યોની સમિતિ તૈયાર કરવામાં આવી છે. પરીક્ષામાં ઝડપી અને સચોટ મૂલ્યાંકન માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન મેડિકલ અભ્યાસ ક્રમોમાં કેટલાક ફેરફાર કરાયો છે. નવી પેટર્ન આધારે ઓએમઆર શીટ થકી એમસીક્યુ પ્રશ્નો પૂછવાનો કાયદો અમલમાં મુકાયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શુક્રવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે.

Advertisement

મેડિકલ વિદ્યાશાખાના સેનેટ સભ્યએ થોડા સમય પહેલા વિદ્યાર્થીઓની ફરિયાદ ઉઠતા રજૂઆત કરી હતી. જેને એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં માન્ય રાખવામાં આવતા આ ફેરફાર કરાયા છે. યુનિવર્સિટીના નિર્ણય અંગે ડો.વિપુલ ચૌધરી એ કહ્યું હતું કે થોડા સમય પહેલા કુલપતિને રજૂઆતો કરી હતી. જે બાદ શુક્રવારે યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં MBBS અભ્યાસક્રમની પરીક્ષાનો મુદ્દો ચર્ચાયો હતો. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, એમબીબીએસ અભ્યાસક્રમમાં નવા મેડિકલના કોર્સ પ્રમાણે હાલમાં એમસીક્યુનું સેક્શન ઓએમઆર શીટ દ્વારા લેવામાં આવે તો ઓએમઆર શીટનું ઝડપી અને સચોટ મૂલ્યાંકન રીડીંગ સ્કેનર દ્વારા થઇ શકશે. તેને કારણે પરીક્ષકો દ્વારા થતાં મૂલ્યાંકનનો સમય બચાવી શકાશે.

હાલમાં બે પાનાની પુરવણી ઓએમઆર સેક્શન માટે આપવામાં આવે છે. જ્યારે ઓએમઆર શીટ એક જ પાનાની હોય છે. આથી પેપર પણ બચાવી શકાય એમ છે. જરૂરિયાત મુજબની માહિતી ઓએમઆર શીટમાં ભરી શકાશે. મેડિકલ વિદ્યાશાખાના ડીન દ્વારા અભિપ્રાય રજૂ કરાયો હતો, જેને એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં સ્વિકારી આગળની કાર્યવાહી માટે ઠરાવ કરાયો હતો.

આ પણ વાંચો -- RAKOT : ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીને ૧૮૧ અભયમ ટીમે સલામત પરિવારને સોંપી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.