Gujarat: રાજ્યની 4 સરકારી સહિત 6 ખાનગી યુનિવર્સિટીઓને UGC એ ડિફોલ્ટર જાહેર કરી
Gujarat: ગુજરાતની 10 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશ દ્વારા દેશભરમાં ચાલતી યુનિવર્સિટી સામે પગલા લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત (Gujarat)ની 10 યુનિવર્સિટી સહિત દેશની 157 યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર કરાઈ છે. યુજીસી એટલે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કાર્યવાહી કરી છે. ગુજરાતની રાજ્યની 4 સરકારી, 6 ખાનગી યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. વિગતો એવી સામે આવી છે કે, આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ માટે કોઈ સુવિધા ના હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતની કઈ કઈ યુનિવર્સિટી ડિફોલ્ટ? | |
યુનિવર્સિટી | શહેર |
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી | જામનગર |
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી | રાજકોટ |
એમ.એસ.યુનિવર્સિટી | વડોદરા |
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી | ગાંધીનગર |
અનંત નેશનલ યુનિવર્સિટી | અમદાવાદ |
ગાંધીનગર યુનિવર્સિટી | કલોલ |
ઈન્ડસ યુનિવર્સિટી | અમદાવાદ |
કર્ણાવતી યુનિવર્સિટી | ગાંધીનગર |
સાર્વજનિક યુનિવર્સિટી | સુરત |
કેએન યુનિવર્સિટી | અમદાવાદ |
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીને પણ ડિફોલ્ટર જાહેર થઈ
તમને જણાવી દઈએ કે, આ યુનિવર્સિટીઓને એવી યુનિવર્સિટીઓમાં સમાવેશ કરવામાં આવી છે કે, જ્યા વિદ્યાર્થીઓની પરેશાનીઓ બાબતે તપાસ કરવા માટે એમ્બડપર્સન કે લોકપાલની નિમણૂક કરવામાં નથી. સામાન્ય રીતે યૂજીસીને નિયમ છે કે, દરેત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે એક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની મળતી સુચના પ્રમાણે લોકપાલની નિમણૂક કરવાની હોય છે. પરંતુ આ યુનિવર્સિટીઓએ તે નિયમોનું પાલન કર્યુ નથી. જેથી યૂજીસી દ્વારા તેને યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારવા સુવિધા હોવી ખુબ જ આવશ્યક
આ મામલે કાર્યાવાહીની વાત કરવામાં આવે તો, જે યુનિવર્સિટીઓમાં લોકપાલ નિયુક્ત ન થાય તો તેને મળતી સરકારી ગ્રાન્ટ અટકી શકે છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારવા સુવિધા હોવી ખુબ જ આવશ્યક છે. પરંતુ હજી કેટલીક યુનિવર્સિટીઓ છે જે, આવા નિયમનો ગંભીરતાથી નથી લેતી, જેથી અત્યારે આવી યાદીમાં આવતી MSU. આયુર્વેદ યુનિવર્સિટી અને સોરાષ્ટ્ર યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવી છે. કારણ કે, વિદ્યાર્થીઓના પ્રશ્નોની તાત્કાલિક અને ઝડપી નિરાકરણ લાવવા માટે જે તે યુનિવર્સિટીએ લોકપાલની નિમણૂક કરવાની હોય છે. આ નિમણૂક માટે પણ સારી એવી લાયકાત હોવી પણ અનિવાર્ય હોય છે.