Surat ગ્રામ્ય એસઓજી પોલીસે 8.49 લાખના ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા
Surat Rural SOG police: સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સાયણગામની સીમમાં આવેલા એવરવિલા રો-હાઉસ પાસે આવેલી દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 08,49,210 રૂપિયાની કિંમતનો 84.921 કિલોગ્રામ ગાંજાનો જથ્થો સહીત 08.90 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
દુકાન નબર 3 માં પાડ્યા દરોડા
સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે સાયણ ગામની સીમમાં, સાયણથી રંગોલી ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલા એવરવિલા રો-હાઉસમાં ગેટથી પ્રવેશતા બીજી હરોળમાં આવેલી દુકાનો પૈકી દુકાન નબર 3 માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે બાહન ઉર્ફે સત્યવાન બીજય મ્હાન્તી [ઉ.35] અને બબુલુ અભિમન્યુ પ્રધાન [ઉ.23] ને ઝડપી પાડ્યા હતા.
84.921 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
પોલીસે આરોપીઓ પાસેથી 08,49,210 રુપીયાની કિંમતનો 84.921 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, 3 મોબાઈલ ફોન, 400 રોકડા રૂપિયા, મળી કુલ 08,90,110 નો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ માલ મંગાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉત અને માલ પૂરો પાડનાર બોલેરો ગાડીના ચાલક અને તેની સાથે આવનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પૈકી બાહન ઉર્ફે સત્યવાન બીજય મ્હાન્તી તથા માલ મંગાવનાર વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉત બંને એક જ ગામના હોય જેથી તેઓએ મળી ગાંજાનો જત્થો મંગાવી પકડાયેલા આરોપી બબુલુ અભિમન્યુ પ્રધાનને ગાંજાનો જત્થો વેચાણ કરવા માટે સાથે રાખ્યો હતો.
પકડાયેલા આરોપીઓને વોન્ટેડ ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉત જેને કહે તે ગ્રાહકને ગાંજાનો જત્થો આ દુકાનેથી લઇ આપી દેતા હતા. આ ગાંજાનો જત્થો વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉતએ મંગાવતા એક બોલેરો ગાડીમાં એક ઇસમ તથા ચાલક બંને જણા સાયણ ખાતે આવેલા એવરવિલા સોસાયટીમાં આપવા આવેલા અને પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓએ સાથે મળી વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉતએ ભાડેથી રાખેલી દુકાન નબર 3 માં ગાંજાનો જથ્થો ઉતારી કાઉન્ટર ટેબલની આડમાં સંતાડી રાખેલો હતો.